આજરોજ તા.11/09/2024 નારોજ પોષણ અભિયાનની ઉજવણી અંતર્ગત ઝાલોદ CMTC ઝાલોદ ખાતે 7 માં “રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં સીડીપીઓ નીલુબેન માછી, સુપ્રિટેન્ડન્ટ ઝાલોદ ડો. પ્રતિમા મહેતા, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ભારતીબેન, THO ઝાલોદ, RBSK MO અને મુખ્યેવિકા બેનો, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકર, કુપોષિત બાળકોની માતાઓ બેનો ઉપસ્થિત રહ્યા. કુપોષિત બાળકોની માતાઓને વિિં માંથી બનતી વાનગી લાઈવ બનાવીને બતાવવામાં આવ્યું. વાનગીની દર્શન પણ કરવામાં આવ્યું. વાનગી શેમાંથી અને કંઈ રીતે બને છે, તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોની માતાઓને પોષણ ટોકરી આપવામાં આવી.
બાળકોને બનાવેલ વાનગી આપવામાં આવી. પોષણ માહ 1 થી 30 સપ્ટેમ્બર 2024 અંતર્ગત સુપોષિત ભારત-સાક્ષર ભારત-સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માહની 5 થીમ પર ઉજવણી કરવા જણાવેલ છે. જેમાં (1)એનિમિયા (2) વૃદ્ધિ દેખરેખ (3) પૂરક ખોરાક (4) પોષણ ભી પઢાઈ ભી (5) સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આજ રોજ પૂરક ખોરાકની થીમ આધારિત સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, 7 માસથી 3 વર્ષના બાળકો, 3 થી 6 વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી ઝઇંછ ( બાલ શકિત, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ ) માંથી બનતી વિવિધ વાનગીની જાણકારી, બાળકને જન્મ આપ્યા પછી માતા સંપૂર્ણ આહાર લે તે અંગેની સમજ, 6 મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવા અંગેની સમજ આપવામાં આવી.