ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરોની તોડફોડને લઈ રેલી યોજી આવેદન આપ્યુ

બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ના મંદિરો (આસ્થા સ્થાનો)ની તોડફોડ, હિંદુઓની હત્યાઓ અને અત્યાચાર રોકવા બાબતે ઝાલોદમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ઝાલોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝાલોદ નગરમાં હાથમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી.

હિન્દુ હિત રક્ષક સમિતિ, ઝાલોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, હિન્દુ હિત રક્ષક સમિતિ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જનજાતી આશ્રમ, દુર્ગાવાહિની, સનાતન ધર્મ સમિતિ, તેમજ સમસ્ત હિન્દુ સમાજના ધર્માચાર્યો આ આવેદન પત્ર દ્વારા આપશ્રીને નિવેદન કરે છે કે છેલ્લા પખવાડિયાથી બાંગ્લાદેશમાં ઉગ્ર હિંસા અને આંદોલનો હિંસક પાયા પર ચાલી રહ્યા છે જેને લઇ ત્યાંની સંપૂર્ણ કાનૂની વ્યવસ્થા પડી ભાંગી છે.

તથા ત્યાંની સરકાર પડી ભાંગી છે અને હાલમાં સત્તા કોઈના હાથમાં નથી અને નિરંકુશ પણે અન્ય ધર્મના જેહાદી અને આતંકવાદી તત્વો દ્વારા હિન્દુઓ ના મંદિરો ઉપર હુમલા, મૂર્તિઓની તોડફોડ, હેન્દુઓ ઉપર જીવલેણ અત્યાચાર, તેઓની મિલ્કતની લૂંટફાટ, આગજની, બહેન બેટીઓ ઉપર દુરાચાર અંકુશ હિન થઈને બેફામપણે થઈ રહ્યો છે. જે નીંદનીય અને સમરસ સમાજ માટે ધુણાહીન અને નરપીશાચી, તાંડવ કૃત્ય છે. જેને સમસ્ત હિંદુ સમાજ ના અગ્રણીઓ અને આમ જનતા દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં જમાતે ઇસ્લામ, આઈએસઆઈ જેવી ભારત વિરોધી, હિન્દુ વિરોધી સંસ્થાઓ દ્વારા આમાં સક્રિય ભૂમિકાઓ ભજવવામાં આવેલ છે.

અને આંદોલનમાં જાણી જોઇને હિન્દુઓના મંદિરોની લૂંટફાટ, ઇસ્કોન મંદિરને સળગાવવું, હિન્દુઓના દેવી દેવતાઓનું અપમાન, મૂર્તિઓને ખંડિત કરવી, હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રો આસ્થા કેન્દ્રો ઉપર હુમલાઓ કરવા, આ બધા જ કૃત્યો પર તાત્કાલીક રોક લગાવવામાં આવે અને જેનો અમ હિન્દુઓ સખત વિરોધ કરીએ છીએ. આ આવેદન દ્વારા અમે માગ કરીએ છીએ કે હિન્દુ નિર્વાસીતો ને ત્યાંની સેના – સરકાર રક્ષણ આપે જે માટે આપણી સરકાર તેઓ સાથે તાત્કાલિક વાતચીત શરુ કરે તેઓને બાધ્ય કરે. અન્યથા બાંગ્લાદેશના સેના પ્રમુખને કડક શબ્દોમાં ચેતવણી આપવાની પણ માગ કરીએ છીએ. તેમજ આ સાથે ભારતના હિત માટે ભારતમાં ઘુસણખોરી કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને તાત્કાલીક ભારતમાં શોધીને દેશ નિકાલ કરવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.