ઝાલોદ હેતા ટ્યુશન ચાલકના સંચાલકને સગીરા પર દુષ્કર્મના આરોપમા અંતિમ શ્વાસ સુધી જેલની સજા

  • સગીરાઓ પર અત્યાચાર તેમજ બળાત્કારના ગુન્હા વધતા સમાજમાં દાખલો બેસે તે માટે સેશન કોર્ટે દ્વારા ચુકાદો જાહેર કરાયો.

દાહોદ, ઝાલોદ નગરમાં આશરે બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2022માં ટ્યુશન ક્લાસમાં ભણવા આવતી એક સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો સામે આવેલ હતો. આ બહુ ચર્ચિત મામલાને લઈ તે સમયે વિદ્યાર્થીનીયોના વાલિયો ચિંતાગ્રસ્ત અવસ્થામાં મુકાઈ ગયેલ હતા તેમજ છોકરીઓને ટ્યુશન મોકલવી કે નહીં તેવી ચિંતા સતાવતી હતી. શિક્ષક જાતે ભક્ષક બને તો કોના પર વિશ્વાસ મૂકવો તેવી અવસ્થા સર્જાઈ હતી.

ઝાલોદ તાલુકાની એક સગીરા આસરે 2022માં હેતા ટ્યુશન ક્લાસના સંચાલક નૈનેશ ભુરજી ડામોરને ત્યાં અભ્યાસ આવતી હતી. તે સમયે ટ્યુશન સંચાલક નૈનેશ ડામોરની નજર એક વિધાર્થીની પર બગડતા સંચાલક દ્વારા સગીર વિદ્યાર્થીનીનો બાથરૂમમાં ગયેલ, તે વખતનો વિડિયો તે ટ્યુશન ક્લાસના સંચાલકે ઉતારી તે વિડીયો બતાવી તે વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી અવારનવાર બળાત્કાર ગુજારી તે વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી દેતા, તે સંચાલકનો ભાંડો ફૂટતા સમગ્ર મામલો ઝાલોદ પોલીસ સ્ટેશનમાં થઈ કોર્ટમાં જતા સદર દુષ્કર્મના કેસમાં સમાજમાં દાખલો બેસાડવા સેશન કોર્ટે તે ટ્યુશન ક્લાસના હેવાન સંચાલકને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ ચાલુ કોર્ટમાં ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

સદર ઘટના અંગેની મળેલ માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં રહેતી એક સગીરા ઝાલોદ નગરમાં આવેલા હેતા ટ્યુશન ક્લાસીસમા ટ્યુશને આવતી હતી. જ્યાં એક દિવસ સગીરા ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં ગઈ હતી. જ્યાં તે ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં સગીરાનો બાથરૂમમાંથી વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ સગીરાને તે વિડિયો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેમજ ધાક ધમકી આપી સગીરાની મરજી વિરૂદ્ધ ટ્યુશન ક્લાસમાં જ અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો અને પોતાના બાથરૂમમાં ઉતારેલા વીડિયોને કારણે ડરની મારી સગીરા પણ ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા ગુજારાતા પાશવી બળાત્કારને મૂંગે મોઢે અનિચ્છાએ પણ સહેતી રહી હતી. આખરે સગીરાને ચાર માસનો ગર્ભ રહી જતા સગીરાએ આ બાબતે તેના પરિવારના લોકોને જાણ કરતા તેણીના પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ટ્યુશન ક્લાસીસના સંચાલકનું સમગ કારસ્તાન બહાર લાવવા સગીરાને લઈ તેના પરિવારજનો ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આવી હેત ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે આ મામલે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સદર કેસની ઝાલોદ પોલીસે ચાર્જશીટ બનાવી તે ચાર્જશીટ ઝાલોદની કોર્ટમાં દાખલ કરતા સદર બળાત્કારનો કેસ ઝાલોદની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલે રજૂ કરેલા પુરાવાઓ તેમજ તેઓએ કરેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સદર બળાત્કારના ગુનામાં ઝાલોદના હેત ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર ને કસૂરવાર ઠેરવી વર્તમાન સમયમાં સગીરાઓ ઉપર વધી રહેલા અત્યાચાર તેમજ બળાત્કારના કિસ્સાઓને ધ્યાને લઈએ સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ સી કે ચૌહાણે આરોપી નૈનેશ ભુરજીભાઈ ડામોરને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા તથા રૂપિયા 1 લાખનો રોકડ દંડનો હુકમ ખુલ્લી અદાલતમાં ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.