ઝાલોદ ફાયનાન્સ કંપની ની ઓફિસમાં તાળુ તોડી તસ્કરોએ 89 હજારની ચોરી કરી જતાં ખળભળાટ

ઝાલોદ,

ઝાલોદ નગરના નવાધરા ફળિયામાં આવેલી ફાયનાન્સ કંપનીની ઓફિસના તાળા તોડીને તસ્કરો તિજોરીમાંથી કલેકશનના 89,750/-રૂપિયાની ચોરી કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઝાલોદના નવાધરા ફળિયામાં દિનેશભાઈ ભુનાતરના મકાનમાં ભાડેથી સ્પંદનના સ્ફુર્તિ ફાયનાન્સ કંપની બ્રાન્ચ 19 મહિના પહેલા શરૂ કરાઈ હતી. ઓફિસમાં પંચમહાલના ખોજલવાસા ગામના વતની મેનેજર મહેશકુમાર વણઝારા સહિત 8 કર્મચારીઓ ફરજ બજાવે છે. 19મી નવેમ્બરની સાંજે ઓફિસ બંધ થયા બાદ રાતના સમયે તસ્કરોએ ઓફિસનુ તાળુ તોડીને પ્રવેશ કર્યો હતો અને તમામ સામાન વેરવિખેર કરીને લોખંડના નાના લોકરને પણ તોડીને તેમાં મુકી રાખેલ કલેકશનના કુલ 89,750/-રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે મકાન માલિકે તુટેલા તાળા જોઈને મેનેજર મહેશકુમારને જાણ કરતા તપાસ બાદ ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યુ હતુ. શોધખોળ બાદ પણ તસ્કરોનો કોક્ષદઈ પત્તો મળ્યો ન હતો. આ અંગે મહેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.