દાહોદ, ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ગેગદીયા ફળિયામાં રહેતા કલ્પેશ વાલસીંગભાઈ હઠીલા બળદોને પાણી પીવડાવવા માટે પાણીની મોટર ચાલુ કરતા વાયર બળી જતા થોડીવારમાં કલ્પેશના કાકા કાળુભાઈ હઠીલા તેના ધરે આવી મારી મોટરનો વાયર તમે બાળી દીધો છે તો વાયર અત્યારે જ જોઈએ છે તેમ કહેતા મારા પિતા આવશે ત્યારે આપીશ કલ્પેશે કહેતા કાકા કાળુભાઈ ગાળો બોલી ગયા બાદ કલ્પેશના પિતા ધરે આવતા સુરસીંગ હઠીલા તથા વિનુ હઠીલા આવી મારો વાયર લાવ્યો કે નહિ મને હાલ વાયર જોઈએ તેવુ કહી ઉશ્કેરાઈ કલ્પેશને કપાળના ભાગે લાકડીના ફટકા મારી નીચે પાડી દેતા પુત્રને બચાવવા પિતા વચ્ચે પડતા તેમને પણ લાકડી પથ્થરથી મારતા ઈજા થઈ હતી. તેમજ કલ્પેશની માતાને પણ બચુભાઈ કલજી હઠીલાએ થપ્પડો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આ સંદર્ભે કલ્પેશ હઠીલાએ હુમલાખોરો સામે લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.