ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પરથી રાજસ્થાન પરીવહન નિગમની બસ માંથી 86 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ઝાલોદ,તારીખ 27-02-2024 મંગળવારના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢ થી બરોડા જનાર બસમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર અંગેની માહિતી પી.એસ.આઇ માળીને મળી હતી. તે આધારે પી.એસ.આઇ. માળી દ્વારા સાંજના સમયે ઘાવડીયા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધર્યું હતું. આશરે સાંજના પાંચ વાગ્યાના સમય દરમ્યાન પોલીસને બાતમી મળેલ રાજસ્થાન પરિવહન નિગમની બસ જે ચિત્તોડગઢ થી બરોડા જનાર હતી. રાજસ્થાન પરિવહન નિગમની બસ જેનો નંબર RJ-14-PE-5191 બસ આવતા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું.

પોલીસ દ્વારા ચેકિંગ દરમ્યાન બસની પાછળના લગેજ બોક્સ જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પાંચ મોટા બોક્સ જોવા મળેલ હતા. આ અંગે બસના કંડકટર પ્રમોદ ઘનશ્યામ પુરોહિત ( તા.મનાસા, જી.નીમચ એમ.પી)ની પૂછપરછ કરાતા આ પેટી ચિત્તોડગઢ બસ સ્ટેશનની આગળ ચૈતીતોરા થી અજાણ્યો ઈસમ જેનો મો.નં 7357389255 એ આ માલ ભરી આપેલ હતો અને આ માલ બરડાનો એક ઈસમ લઈ જશે તે જણાવ્યું હતું.

પોલીસ દ્વારા પાંચ બોક્સની તપાસ કરાતા તે બોક્સ માંથી 1008 વ્હીસ્કીના પાઉચ જેની અંદાજીત કિંમત 86,688/-રૂા. જેટલી થાય છે અને એક મોબાઈલ જેની કિંમત 5,000 થઈ કુલ 91,688/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં ઝાલોદ પોલીસને સફળતા મળી હતી.