ઝાલોદના દાંતીયાથી ગુલતોરા વચ્ચે હાઈવે રોડ ઉપરથી પસાર થતા ડમ્પર ચાલક જે દિલ્હી-મુુંબઈ નેશનલ હાઈવેમાં ડમ્પર ચલાવતા હોય ત્યારે બાઈક ઉપર ઓલ બે ઈસમોએ તું અમારા ગામમાં કામ કરે છે. ડમ્પરની ચાવી આપી દે તેમ કહી ગાળો આપી ડમ્પરનો કાચ તોડી નાખતાં આ બાબતે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ ઝાલોદના દાંતીયાથી ગુલતોરાની વચ્ચે હાઈવે રોડ ઉપર ડમ્પર નંબર એચઆર.38.એસી.8102ને ચલાવી રહ્યા હતા. તેવામાં ડીસ્કવર બાઈક ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ડમ્પર ચાલકને તું અમારા ગામમાંં કેમ કામ કરી રહયા છે. આ અમારું ગામને ડમ્પરની ચાવી આપી દે તેમ કહી ગાળો આપી હતી. ચાવી નહિ આપતાં બે ઈસમોએ ડમ્પરનો કાચ તોડી નાખી નાશી ગયેલ હતા. આ બાબતે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.