ઝાલોદ ડબગર સમાજ દ્વારા વસંત પંચમીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવામાં આવી

  • ડબગર સમાજ દ્વારા વ્યાપાર બંધ રાખી કાઢવામાં આવેલ શોભાયાત્રામાં સમાજની એકતા જોવા મળતી હતી

ઝાલોદ,ઝાલોદ નગરનું ડબગર સમાજ વર્ષો થી વસંત પંચમીની ઉજવણી કરતું આવેલ છે. ઝાલોદ નગરમાં આજરોજ 14-02-2024 બુધવારના રોજ વસંત પંચમી નિમિતે રાધાકૃષ્ણ મંદિરે સવારથી જ ડબગર સમાજના લોકો મંદિરે દર્શન માટે ઉમટી પડેલ હતા. વસંત પંચમી નિમિતે સવારથી જ મંદિરે વિવિધ ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.

ડબગર સમાજ દ્વારા બપોરે ત્રણ વાગે સરસ્વતી માતાની મૂર્તિ સાથે નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ડબગર સમાજના બાળકો, મહિલાઓ, યુવાનો, વડીલો સહુ કોઈ મોટા પ્રમાણની સંખ્યામાં જોડાયા હતા. નગરમાં શોભાયાત્રા ભક્તિમય વાતાવરણ સાથે ખૂબ સુંદર રીતે યોજાઈ હતી. જે જે વિસ્તારમાં શોભાયાત્રા નીકળતી હતી. ત્યાં ત્યાં મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે નગરજનો ઉમટી પડેલ હતા. શોભાયાત્રા દરમ્યાન અબીલ ગુલાલ તેમજ ફૂલોની છોળ ઉડાવી રાજમાર્ગ પર સહુ સ્વાગત કરતા જોવા મળતા હતા. શોભાયાત્રા દરમ્યાન વિવિધ જાતના ગરબા રમતા સમાજના લોકો જોવા મળતા હતા.

આજના વસંત પંચમીના ઉત્સવને યોજવા માટે ડબગર સમાજ દ્વારા પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખવામાં આવેલ હતા. તેમજ શોભાયાત્રામાં સમાજની મોટા પ્રમાણમાં હાજરી, તેમજ શાંત અને ભક્તિમય રીતે કાઢવામાં આવેલ શોભાયાત્રામાં સમાજની એકતા જોવા મળતી હતી. છેલ્લે નગરમાં ફરી પાછી ડબગર વાસમાં આવી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતી. ત્યાં ઉપસ્થિત સહુ લોકોએ મહાઆરતી કરી સહુ કોઈએ ભેગા મળી મહાપ્રસાદનો લાભ લીધો હતો. છેલ્લે ડબગર સમાજ દ્વારા રાત્રિ દરમ્યાન રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.