
ઝાલોદ,શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે કોલેજમાં સેમેસ્ટર 6 નો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આચાર્ય મધુકર પટેલ, ડો. ડી.સી.યાદવ અને પ્રોફે. એસ.જે. દાસ સહિત તમામ કોલેજ પરિવારે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આશિષ મોદી દ્વારા કરવામાં આવ્યું.