ઝાલોદ બસ સ્ટેશનની અંદર મતદાન જાગૃતિ અંગે નાટકીય રીતે રજૂઆત કરવામાં આવી

દાહોદ, દાહોદ જિલ્લા ચુંટણી અધિક્ષક દ્વારા મતદાન વધુમાં વધુ થાય અને કોઈ પણ વ્યક્તિ મતદાન થી વંચિત ન રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિક્ષકના આદેશથી ઝાલોદ ચુંટણી નિયામક દ્વારા એક મતદાન જાગૃતિ અંગેનો પ્રોગ્રામ ઝાલોદ નગરના બસ સ્ટેશનની અંદર ભવાઈ (નાટકીય) દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી. નાટકીય રીતે રંગલો રંગલી દ્વારા બસ સ્ટેશનની અંદર મતદાન કરવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. આવનાર લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 7 મેં ના રોજ યોજવામાં આવનાર છે. મતદાતાઓ મતદાન વધુમાં વધુ કરે તે માટે લોકોમા જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રોગ્રામ દાહોદ ચુંટણી અધિકારીના આદેશ મુજબ કરવામાં આવી રહેલ છે.

મતદાન જાગૃતિની સાથે સાથે તારીખ 07-05-2024ના રોજ 18 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ જેની નોંધ મતદાતા તરીકે થયેલ છે, તે વ્યક્તિ પોતાના સ્કૂલ કે સરકાર દ્વારા જ્યાં મતદાન સ્થળ નક્કી કરવામાં આવેલ હોય ત્યાં જઈ વીવીપેટ મશીન પર ઉમેદવાર જોઈ જેને મત આપવાનો હોય તેવા ઉમેદવાર સામેનુ બટન દબાવી મત આપવાનો રહે છે. ચુંટણી અધિકારી દ્વારા વિકલાંગ અથવા વૃદ્ધ મતદારો જે ચાલી ના શકતા હોય તે માટે વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવેલ છે. લોકશાહીનો મોટામાં મોટો ઉત્સવ એટલે મતદાન….દરેક જાગૃત વ્યક્તિ પોતે મતદાન કરે અને આજુબાજુના દરેક વ્યક્તિ પાસે મતદાન કરાવી લોકશાહીનો કાળો ટીકો પોતાની આંગળી પર જરૂર લગાવડાવે. સૌથી મોટું દાન એટલે મતદાન સાથે સુંદર ભવાઈ દ્વારા સુંદર નાટક રજુ કરાયું હતું.