ઝાલોદ બસ સ્ટેશનના મુખ્ય દરવાજા બહાર ગટર ઉપર તુટી ગયેલ જાળીને લઈ અવરજવર કરતા રાહગીરો હેરાન

  • નવીન બનાવેલ રસ્તા પર રોડ દબાઈ જતાં મોટું ગાબડું પડી ગયું.

ઝાલોદ,ઝાલોદ નગરના હાર્દસમા બસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશન બહાર નગરના પાણીના નિકાલની ગટર લાઈન આવેલ છે આ ગટર લાઈનને સાફ સફાઈ કરવા માટે જવાબદાર તંત્ર દ્વારા ગટરની ઉપર સાફ સફાઈના ઉદ્દેશ્યથી લોખંડની જાળી મુકેલ છે. આ જાળી છેલ્લા કેટલાય સમયથી તૂટી ગયેલ છે અને જૂની થઈ કટાઇ ગયેલ જોવા મળી રહેલ છે તેમજ આ ગટરની બાજુમાં જ નવીન રોડ વાહન વ્યવહારના અવરજવરને લઈ દબાઈ ગયેલ છે અને તેથી આ દબાઈ ગયેલ રોડ રસ્તા વચ્ચે ખાડા જેવું બની ગયેલ છે.

નગરમાં અવરજવર કરવાનો આ મુખ્ય માર્ગ છે આ રસ્તા પર પડેલ ગાબડા અને ગટર પર ટુટી ગયેલ જાળીને લઈ અવરજવર કરતા રાહગીરો હેરાન થઈ ગયેલ છે. કેટલીય વાર રોડ પરના ગાબડા અને ગટર પર ટુટી ગયેલ જાળીને લઈ વાહન ચાલકો અને રાહગીરો આ રસ્તા પર પડી ગયેલ છે અને નાના નાના અકસ્માત પણ થયેલ છે. જવાબદાર તંત્ર સત્વરે રસ્તા પર પડી ગયેલ ગાબડાને અને તૂટી ગયેલ જાળીના વિષયને ગંભીરતાથી લઇ સત્વરે ધ્યાન આપે તેવું રહીગીરો ઇચ્છી રહેલ છે.