
ઝાલોદ, ઝાલોદ નગરની બી.એમ.હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ઉર્વી અલ્કેશ પંચાલે ચાલુ વર્ષે ધોરણ 10 માં એસ.એસ.સીમાં અભ્યાસ કરતા ઝાલોદ કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. 2023 ની એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉર્વી પંચાલે 600 માંથી 529 ગુણ પ્રાપ્ત કરેલ છે. તેઓ 98.31 પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરી નગરની બી.એમ.હાઈસ્કૂલ, પરિવાર તેમજ સમાજનું ગૌરવ વધારેલ છે.