ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ અને લીમડી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા વિવેકાનંદ જયંતી (યુવા દિવસ)ની ઉજવણી કરવામાં આવી

ઝાલોદ,

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્કૂલના કમ્પાઉન્ડમાં સ્કૂલના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, બાળકો તેમજ નગરના વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા.

લીમડી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની એક રેલી સ્વામી વિવેકાનંદના સુંદર વિચારોના બેનર લઈ લીમડી નગરના વિવિધ માર્ગો પર રેલી નીકળી હતી. આ રેલીમાં સ્કૂલના બાળકો, આચાર્યો, શિક્ષકો તેમજ નગરના આગેવાનો જોડાયા હતા.

સ્વામી વિવેકાનંદનો જન્મ 1863 માં થયો હતો. ઘરમાં માતા પિતાના સંસ્કારથી સ્વામી વિવેકાનંદને ઈશ્ર્વરમાં લગાવ હતો અને તેઓ શરૂઆત થી ધાર્મિક પ્રવૃત્તિના હતો. વિવેકાનંદ દ્વારા સમગ્ર ભારત ખંડનું પરિભ્રમણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્વારા કેટલાક જાહેર અને ખાનગી સભાઓમાં હિન્દુ ધર્મનો બહોળો પ્રચાર કરેલ હતો. સ્વામી વિવેકાનંદ દ્વારા 1857 માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી તેનો ઉદ્દેશ હોસ્પિટલ, શાળા, કોલેજ અને સાફ સફાઈના ક્ષેત્રમાં આગળ વધવાનો હતો. સ્વામી વિવેકાનંદ એક સંત જ ન હતા તેઓ એક મહાન દેશભક્ત ,વક્તા, વિચારક, લેખક અને માનવ પ્રેમી હતા. તેઓ ખૂબ નાના જીવનમાં ભારત વર્ષને નવાં નવાં સુંદર વિચારો દ્વારા લોકોને જાગૃત કરતા રહ્યા હતા.