ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી

  • બંગાળમાં નારી પર થતા અત્યાચારો સામે મમતા બેનરજી હાય હાયના નારા સાથે વિરોધ કરાયો.

ઝાલોદ, ઝાલોદ નગરમાં સરદાર પટેલ ચોક ખાતે તા. 05-03-2024 મંગળવારના રોજ સાંજના 5 કલાકે નારી શક્તિ વંદન યાત્રા પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ઝાલોદ ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકીના નેજાં હેઠળ મોટા પ્રમાણમાં મહિલાઓ ભેગી થયેલ હતી. આ યાત્રા સરદાર ચોક થી આંબેડકર ચોક સુધી કાઢવામાં આવી હતી. મહિલાઓના ગર્વ અને સ્વાભિમાન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા મહિલાઓ ને 33 ટકા અનામત આપી તેમનું મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયાસ કરાયો તેના ગર્વ રૂપે મહિલાઓ દ્વારા નારી શક્તિ વંદન યાત્રા કાઢવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ આદીવાસી મહિલાઓ પર કરવામાં આવેલ અત્યાચાર અને દુરાચાર વિરૂદ્ધ ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા સરદાર પટેલ ચોક ખાતે બંગાળના મહિલા મુખ્યમંત્રી જે મહિલા થઈ મહિલા પર થતાં અત્યાચારો જોઈ રહેલ છે, તેથી મમતા બેનરજીનો હુરિયો બોલાવવામાં આવેલ હતો. મહિલા થઈ મહિલાને ન સમજી શકે તેવા મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી.