ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ નગરનું ગૌરવ વધારતા પ્રોફેસર બી.એમ.ગોહીલ

  • ગુજરાત રાજ્યકક્ષાએ એન.એસ.એસ યુનિટમાં સારી કામગીરી બદલ પ્રો.બી.એમ.ગોહીલનું સન્માન કરાયું.

ઝાલોદ,ઝાલોદ નગરના દરેક સામાજીક કાર્યોમાં અગ્રેસર તેમજ નગરને જરૂર હોય તેવા કોઈ પણ સારા કાર્યોમાં સદાય સાથ આપનાર પ્રો.બી.એમ. ગોહીલ નગરને સદાય ગૌરવ અપાવનાર સેવાકીય કાર્યો કરતા આવતા હોય છે. ઝાલોદ નગરમાં વર્ષોથી વસવાટ કરનાર અને નગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નોકરી કરનાર પ્રો.બી.એમ. ગોહીલનુ સન્માન રાજ્યકક્ષાએ કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સમારંભમાં ભારતમાંથી જુદા જુદા રાજ્યો માંથી પ્રોફેસર આવ્યા હતા. જેમાંથી સારા સેવક તરીકે એન.એસ.એસ યુનિટના પ્રો.બી.એમ.ગોહીલનુ સન્માન કરવામાં આવતા નગરજનો દ્વારા રૂબરૂ મળી તેમજ સોશિયલ મીડિયા મારફત શુભેચ્છાઓ આપવામાં આવી હતી. મારૂં ઝાલોદ મારા નગરનું ગૌરવ તરીકે સહુ લોકો અભિનંદન આપ્યા હતા.