ઝાલોદ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં સ્થાનિકોને અન્યાય

ઝાલોદ, ઝાલોદમાં આંગણવાડીની કાર્યકર અને તેડાગરની ભરતીમાં સ્થાનિક અરજદારોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સાથે આદિવાસી સમાજના નિલમબેન વસૈયાની આગેવાનીમાં અરજદારો દ્વારા લેખિતમાં આવેદન આપવામાં આવ્યુ હતુ.આ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે,અમોને ભરતીમાં અન્યાય થતાં એક ઓનલાઈન અરજી દાખલ કરવામાં આવી હતી. અને 04/01/2024ના રોજ દાહોદ જિલ્લા પંચાયતમાં અપીલ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાળ વિકાસ અધિકારી ઝાલોદ, અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત દાહોદ, ત્રણ અધિકારીઓની બનેલી સમિતિમાં અરજીની સુનાવણી માટે તમામ અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ સુનાવણી માટે બોલાવ્યા હતા. જેમાં સમિતિએ અસલ આધાર પુરાવા સાથે કોઈપણ પ્રકારના અરજદારોને સ્વિકાર્યા નથી. અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી નથી. સમિતિએ તમામ ઉમેદવારોને મોૈખિક જવાબો આપ્યા છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની જાહેરાતમાં શરત નં.-1માં જણાવ્યા મુજબ મહિલા ઉમેદવાર આંગણવાડી કેન્દ્ર વિસ્તારના સ્થાનિક વિસ્તારની હોવી જોઈએ. આ અંગે જણાવ્યુ છે કે,

અરજદારોએ તલાટી ક.મં. આધારકાર્ડના દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. મહેસુલી સત્તાધિશો દ્વારા રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, વગેરેના પુરાવા રજુ કરવામાં અટકાવી દેવામાં આવતા હોવાથી અરજદારોને અન્યાય કરવામાં આવ્યો છે. અને સંકલિત બાળ વિકાસ અધિકારી ઝાલોદ દ્વારા અરજી નામંજુર કરવામાં આવી છે. અમો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. પુન: સાંભળીને ભરતી કરવામાં આવે અને આ ભરતી રદ્દ કરવામાં આવે નહિ તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.