- ઝાલોદમાં 51880 અને ચાકલીયા ગામે 386800 નો મુદ્દામાલ ઝડપાયો.
ઝાલોદ,ઝાલોદ પોલીસને બાતમી મળેલ હતી કે બે વ્યક્તિઓ એક મોટરસાયકલ પર પ્લાસ્ટિકના થેલામાં ભારતીય બનાવટનો ઈંગલિશ દારૂ રાજસ્થાન થી ખોટા ગલીયા થઈ ગરાડુ ગામે આવવાના છે તેના આધારે પોલીસ ગરાડુ ગામના બોર ફળિયા પાસે વોચમાં ઉભા હતા તે સમય દરમ્યાન બાતમી મળેલ મોટરસાયકલ RJ-03-SN-1018 આવતી હતી. પોલીસ દ્વારા મોટરસાયકલને રોકવાનો પ્રયાસ કરાતાં મોટરસાયકલ સવાર બે યુવકો દારૂનો થેલો અને મોટરસાયકલ મૂકી રાતના અંધારાનો લાભ લઈ નાસી છુટેલ હતા. પોલીસ દ્વારા આસરે 51,880 મુદ્દામાલ સ્થળ પરથી પકડી પાડી બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
બીજા એક બનાવમાં પોલીસને ખાનગી બાતમી મળેલ હતી કે કાંકણવાડી ( મધ્ય પ્રદેશ) તરફથી છાયણ ગામ તરફ નવીન બનતા કોરિડોર રસ્તે થી એક વ્યક્તિ સફેદ કલરની મહેંદ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી જેનો નંબર GJ-08-AW-3370 ભારતીય કંપનીની દારૂ અને બિયરનો જથ્થો લઇને આવનાર છે. તેના આધારે રાત્રી દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા પોલીસ દ્વારા રોકવાનો ઈસારો કરવામાં આવતા એક ઈસમ દૂરથી ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાસી છુટેલ હતો. પોલીસ દ્વારા સદર વાહનની તલાસી લેતા તે ગાડી માંથી 1,36,800 નો વિદેશી દારૂ અને 2,50,000 ની પીકઅપ ગાડી મળી કુલ 3,86,800 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં ચાકલીયા પોલીસને સફળતા મળેલ છે. ચાકલીયા પોલીસ દ્વારા નાસી છુટેલ અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.