ઝાલોદ આપ પાર્ટી પ્રમુખે ગ્રામ્ય ક્ષેત્રોમા ખેતી તેમજ માલ મિલ્કત નુકસાન સહિતની જગ્યાએ મુલાકાત લીધી : વળતર માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેવી હૈયાધારણા આપી

છેલ્લા કેટલાક સમયથી અતિ ભારે વરસાદ સમગ્ર દાહોદ જીલ્લા સહિત ઝાલોદ તાલુકામા વરસ્યો હતો જેમા ખેડૂતોની ખેતી સહિત માલ મિલકત તેમજ કાચા ઘરો પડી જવા સહિત ભારે નુકસાની શ્રમિકો તેમજ ખેડુતોને પહોચ્યુ છે.ત્યારે ઝાલોદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસીયા સહિત કાર્યકરો પ્રમુખ બાબુભાઈ કલારા,કિશન શેલના પ્રમુખ મનસુખભાઇ ડામોર ,સંગઠન મંત્રી સંજયભાઈ વાઘેલા પાર્ટીનાં સક્રિય કાર્યકર્તાઓએ વિવિધ ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત કરી લોકોની રજૂઆતને સાભળી જોઈ અને ઉચ્ચ કક્ષાએ લોકોવતી પોતે રજૂઆત સંલગ્ન વહીવટીતંત્ર સુધી રજૂઆત પહોંચાડવા પ્રયાસો કરીશુ તેવી ખેડુતો તેમજ નુકસાનીનો ભોગ બનનારઑને ખાતરી આપી હતી,ત્યારે હાલ ભારે વરસાદના પગલે ઝાલોદના ગ્રામ્ય ક્ષેત્રોમા ગરીબ ખેડુતોને પાક નુકસાન સહિત ઘર માલ મિલકતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે,