- નવીન કાર્યકર્તાઓને હોદ્દાઓ અપાતા કાર્યકર્તાઓમા હર્ષોલ્લાસ જોવા મળી આવ્યો .
તારીખ:02/08/024, શુક્રવાર નાં રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી નાં પ્રમુખ અને વિધાનસભા નાં ઉમેદવાર અનિલભાઈ ગરાસીયા નાં આયોજન દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા પાર્ટીનાં હોદ્દેદારોએ હાજરી આપી અને પાર્ટીમાં અલગ અલગ હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી. આવનાર ઝાલોદ નગરપાલિકા અને પંચાયતની ચટણીને ધ્યાને લઇ નવા હોદ્દાઓમાં ફેરબદલી કરીને સંગઠન મજબૂતી માટે આયોજન કરાયું. તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ હઠીલા, તાલુકાના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ કલારા, તાલુકાના મહામંત્રી નિલેશભાઈ ભાભોર, ઝાલોદ શહેર ના પ્રમુખ બારિયા કનુભાઈ , શહેર મહામંત્રી ચિંતનભાઈ દરજી, કિસાન સેલના પ્રમુખ મનસુખભાઇ ડામોર, જીલ્લા કિસાન સેલ કલસિંગભાઈ ભાભોર, વિધાનસભાના સંગઠન મંત્રી, વાલસીંગભાઈ ડામોર અને જયદીપભાઈ ભુરીયા ઝાલોદ વિધાનસભા ઉપપ્રમુખ તરીકે સંદીપભાઈ બારિયાની વરણી કરવામાં આવી. સાથે બીજા કેટલાક કાર્યકર્તાઓને સહસંગઠન મંત્રી અને સંગઠનમંત્રીની નિમણુંક આપી.