ઝાલોદ-130 વિધાનસભામાં ભારે કશ્મકસ પછી ભાજપના કાર્યકર્તાઓના દબંગ નેતા મહેશ ભુરીયા પુન: રીપીટ થતા ઝાલોદ વિધાનસભામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી


દાહોદ,
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન છે, છતાં ચૂંટણી ટાણે અલગ અલગ સમીકરણો રચાતાં હોય છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સફળતા મળતી નથી. મહેશભાઈ ભૂરિયાને કેટલાક સરપંચો અને તાલુકા પંચાયત સભ્યો દ્વારા લેટરપેડ પર સમર્થન આપતા ભાજપના મોવડી મંડળ દ્વારા મહેશ ભૂરિયા પર પસંદગી મુકવામાં આવેલ છે. ઝાલોદ વિધાનસભાનું સસ્પેન્સ યથાવત રહેતા ભાજપ કાર્યકર્તાઓના ચહેરા પર ચિંતાનું મોજુ જોવા મળતું હતું. ત્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડના બહુ જ અભ્યાસ કર્યા પછી બહુ જ કશ્મકસ પછી ઝાલોદ વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ માટે કહેવાતા ફાયર બ્રાન્ડ અને બાહુબલી નેતા મહેશ ભુરીયાનું નામ મોડી રાત્રે જાહેર થતાં ઝાલોદ વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મહેશ ભૂરીયાના સમર્થનમાં ગામડે ગામડે ડીજે વગાડી ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. એમની ઉમેદવારી માટે ભાજપ કાર્યકર્તાઓ વ્યાપક પ્રમાણમાં સમર્થન કરી જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપ કાર્યકર્તાઓ તૈયાર થઈ ગયા હોત તેવો માહોલ સર્જાઈ ગયો હતો. મહેશ ભુરીયાને ઝાલોદ વિધાનસભાના સત્તાવાર ઉમેદવાર જાહેરાત કરતા ઝાલોદ વિધાનસભામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.