ઝકરીયા ઉર્દૂ પ્રા.શાળા ગોધરામાં ધો.5ના કુમાર અને ધો.8ની કન્યા ઓનો વિદાય પ્રોગ્રામ યોજાયો

ગોધરા,

ગોધરા શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ” ઝકરીયા ઉર્દૂ પ્રા.શાળા” માં ધો.5 ના કુમાર અને ધો.8ની કન્યાઓનો વિદાય પ્રોગ્રામની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરાના સામાજી કાર્યકર એવા હાજી ઈસ્હાક પટેલ તેમજ હાજી મહેબુબ શહેરીયા, રીલીફ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર હાજી ઈકબાલ અસલા, પોલન બજાર કલ્સ્ટરના સી.આર.સી. હાજી યુનુસ પોસ્તી, પોલન બજાર પગાર કેન્દ્રના આચાર્ય હાજી મેહબુબ વાઢેલ, એસ.એમ.સી.ના અધ્યક્ષ મૌલાના મોહસીન દુરવેશ, સમાજના આગેવાનો, વાલીઓ, માતાઓ અને એસ.એમ.સી.ના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં ધો.1 થી 8ના બાળકોએ ભાગ લઈ જુદા-જુદા પ્રકારના સાંસ્કૃતિ કૃતિઓ અને ગીતો રજૂ કરેલ હતા. વર્ષ દરમિયાનની તમામ પ્રવૃતિઓની ઝાંખી શાળાના આચાર્ય હાજી મોહમંદ બંગલીએ કરાવી હતી. એક ખાનગી શાળાને પણ શરમાવે એ પ્રકારની શાળાની ઉત્કૃષ્ટ કામગીરીને લઈને મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા તમામ સ્ટાફનો હદયથી આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા.