ઝકરીયા ઉર્દૂ પ્રા.શાળાની બાળકી ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય નંબરે ઝળકી

ગોધરા,

ઓમકાર એકેડેમી તરફથી આજ રોજ ધોરણ 01થી 08ના બાળકોની ચિત્રકામ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં 500થી વધુ બાળકોમાંથી ઝકરીયા ઉર્દૂ પ્રાથમિક શાળાની ધોરણ ત્રણની ગોરા કરીમા લુકમાન દ્વિતીય નંબર મેળવી આપણા પગાર કેન્દ્ર તેમજ ક્લસ્ટર અને ઝકરીયા ઉર્દૂ પ્રાથમિક શાળાનું નામ રોશન કરેલ છે. તે બદલ શાળાના આચાર્ય મુહંમદ બંગલી, માર્ગદર્શક શિક્ષક, તેમજ શાળાના સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.