ઝાલોદ નગરમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસની ઉજવણી કરવામાં આવી.
વિશ્વકર્મા ભગવાનને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે તેમણે દ્વારકાનું નિર્માણ કર્યું હતું, આ ઉપરાંત તેઓએ દેવતાઓ માટે ઘણા શસ્ત્રોનું નિર્માણ કર્યું હતું તેથી તેમને દૈવી સુથાર પણ કહેવામાં આવે છે.
ઝાલોદ નગરમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે આજરોજ 17-09-2022 ને શનિવારના રોજ વિવિધ પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા જેમાં પંચાલ સમાજના યુવાનો દ્વારા સ્કૂટર રેલી, ઓજાર પ્રદર્શન અને પૂજન, સત્સંગ સમૂહ આરતી, મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા તેમાં પંચાલ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી,ઓજાર પ્રદર્શનનું નવું પગલું સમાજના બાળકોની સમજ માટે રાખવામાં આવ્યું હતું ,સમગ્ર આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ, પંચાલ યુવક મંડળ, પંચાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.o