દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ચેકપોસ્ટ પરથી બે બાઈક સવાર યુવકો જૂની રદ થયેલી લાખો રૂપિયાની ચલણી નોટ સાથે ઝડપાયા…

  • દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ચેકપોસ્ટ પરથી બે બાઈક સવાર યુવકો જૂની રદ થયેલી લાખો રૂપિયાની ચલણી નોટ સાથે ઝડપાયા…
  •  રાજસ્થાનના સલોપાઠ તરફથી બાઈક પર આવતા  બંને યુવકોને ચેકપોસ્ટ પર રોકી તલાસી લેતા બેગમાંથી રદ થયેલી જૂની ચલણી નોટો મળી આવતા પોલીસ ચોકી ઉઠી..
  • સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ માદક પદાર્થો તેમના નાણાકીય હેરફેર ને આશંકાને ધ્યાને લઈ દાહોદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન સફળતા હાથ ધરી..

ઝાલોદ તાલુકાના ગરાડુ નજીક  ચેક પોસ્ટ પર પોલીસે  મોટરસાયકલ પર આવતા બે યુવકો પાસેથી 18.99 લાખની 500 તેમજ 1000 ના દરની જૂની રદ થયેલી નોટો ઝડપી તેઓને જેલભગા કર્યા છે. સાથે સાથે ઉપરોક્ત બન્ને ઈસમો આ રદ થયેલી ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લાના આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂઓ માદક પદાર્થો તેમના નાણાકીય વ્યવહારોની હેરફેરની આશંકાને લીધે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા  મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર ચેકપોસ્ટ ઊભી કરી બીએસએફના જવાનો સાથે સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સાંજના સુમારે ઝાલોદ તાલુકાના ગરાડું નજીક રાજસ્થાન બોર્ડર પર પોલીસ આવતા જતા વાહનોને તપાસ હાથ ધરી રહી હતી. તે સમયે રાજસ્થાન બાસવાડા જિલ્લાના સજનગઢ તાલુકાના સાત ડુંગરા ગામના રહેવાસી માનસિંગભાઈ ફતિયાભાઈ ડામોર તેમજ ઝાલોદ તાલુકાના ગરાડું ગામના ગણપતભાઈ સળિયાભાઈ નિનામા RJ-03-SM-1253 નંબરની મોટા સાઈકલ પર આવતા પોલીસે તેમને ચેકપોસ્ટ ઉપર રોક્યા હતા. અને તેમના પાસે મુકેલા વાદળી કલરના બેગની તાલાશી લેતા તેમાંથી 500 અને 1000 ના દરની રદ્દ થયેલી ચલણી નોટો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે બન્ને ઈસમોની અટકાયત કરી ઝાલોદ પોલીસ મથકે લાવી હતી. જ્યાં નોટોની ગણતરી કરતા 1000 ના દરની 1241 નોટો તેમજ 500 ના દરની 1317 નોટો મળી કુલ 18.99 લાખની રદ થયેલી જૂની ચલણી નોટો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ આ રદ્દ થયેલી નોટો ગરાડુ ગામના ઈશ્વર પાર્સિંગ ગરાસીયા ને આપવા લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે  ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ રદ થયેલી જૂની ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને આગળ કઈ જગ્યાએ લઈ જવાના હતા તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.