દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુાકના પ્રથમપુર ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી એમજીવીસીએલની ટીમ પર સ્થાનિક દ્વારા બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ માટે પહોંચી હતી. પ્રથમપુર ગામમાં ગેરકાયદે જોડાણ મામલે તપાસ કરી રહી હતી ત્યારે જ કેટલાક લોકોએ ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા બંનેને ફ્રેકચર થયા હતા. બંને કર્મચારીઓને સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે લીમડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.