
બાર વર્ષની દીકરી અને છ વર્ષનાં દીકરાની ગળું દબાવી હત્યા કરાઈ
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહેતા ભુરસીંગભાઇ સોમસીંગ ડાંગી એ પોતાના બે બાળકોની ગળું દબાવી હત્યા કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. ડુંગરી ગામમાં રહેતા ભુરસીંગભાઇ એ પોતાની 12 વર્ષની દીકરી અને 6 વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યાર બાદ ભુરસીંગભાઇ દ્વારા એક સુસાઇટ નોટ લખી હતી અને આ સુસાઇટ નોટ માં પોતાની પત્ની અલ્પાબેન વારંવાર રિસાઈને સાસરીમા જતા રહે છે તેથી આરોપી ભૂરસીંગભાઇ નાં સાળા સાથે ઘરમાં વારંવાર તકરાર થયા
વારંવાર ની તકરાર તેમજ ઝગડા થી કંટાળી જઈને આરોપી પિતા ભુરસીંગભાઇ દ્વારા બંને બાળકોની હત્યા કર્યા બાદ સુસાઇટ કરી રહ્યા છે તેવી નોટ લખી હતી. આ સુસાઇટ નોટ આરોપીના ભાઈ ભાભીના હાથમાં આવતા તેમણે આરોપી પિતા ભુરસીંગભાઈ ને બચાવી લીધેલ હતા અને ત્યાર બાદ લીમડી પોલીસને આ અંગે જાણ થતાં તાત્કાલિક લીમડી પોલિસ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.