- પાલિકા એ સિલ કરવાની નોટિસ સાથે જ એક્શન માં આવતા ૪ લાખ જેટલો વેરો સ્થળ પર જ ઉઘરાવ્યો.
ઝાલોદ,
ઝાલોદ નગર પાલિકા એ મિલકત વેરો બાકી હોવા અંગે પંદર દિવસ પૂર્વે જ નોટિસ આપી હતી, અને આ વેરો પંદર દિવસ માં ભરવામાં નહિ આવે તો મિલકત સિલ કરવામાં આવશે તેવી કુલ ૪૨ જેટલી નોટિસો ૫૦ હજાર થી ઉપર ની રકમ ના બાકી મિલકતદારો ને પાઠવવામાં આવી હતી.
જે બાદ નગર મા આ બાકીદારો માં રીતસર નો ફફડાટ વ્યાપ્યો હતો અને પોતાના ભરવા પેટેના નાણાં રજા દરમ્યાન પણ ભર્યા હતા. જેને કારણે પાલિકા માં એક જ સપ્તાહ માં કુલ ૨૦ લાખ જેટલો મિલકત વેરો જમાં કરવામાં આવ્યો હતો. તો બાકી રહેલા લોકો એ નોટિસના સમય દરમ્યાન વેરો જમા ન કરાવ્યો હોઈ પાલિકા ની ટીમ દ્વારા આજ સોમવાર ના રોજ સ્થળ પર જઈ અને સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા. સ્થળ પર જ કુલ ૪ લાખ જેટલી રકમ જમા થઈ હતી. તો જેઓએ વેરો ભરવામાં નનૈયો ભણ્યો હતો તેઓની દુકાન તથા મિલકત પાલિકા દ્વારા સિલ કરવામાં આવી હતી.