દાહોદ,
ઝાલોદના કાઉન્સીલર હિરેન પટેલ હત્યાંકાડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાની આ કેસ સંદર્ભે ઝાલોદના ચિત્રોડીયાથી અટકાયત કર્યા બાદ આજરોદ ઝાલોદના કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે અને એમએલએ ભાવેશ કરારા, તેમના પિતા બાબુભાઈ કટારા સહિત ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમિત કટારાની ધરપકડના મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય કિન્નાખોરી રાકી ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યો છે. ઝાલોદ નગરમાં વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આ બાબતનું એક આવેદન પત્ર પણ સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઝાલોદ નગરમાં આ રેલીને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા એસ.પી. સહિત જિલ્લા પોલીસ કાફલો ઝાલોદ ઘસી ગયો હતો અને હાલ પણ કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેની સંપુર્ણ તકેદારી રાખે ઝાલોદ નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ઝાલોદ તાલુકા કોંગ્રેસ તમિતિના પ્રમુખ મુકેશભાઈ સવસિંહભાઈ ડાંગીની ઉપસ્થિતિમાં ઝાલોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ લોકસભાની ચુંટણીમાં ભાજપાને ઓછા મતો મળતાં ચુંટણી પછી રાજકીય અદાવત રાખી સરકાર દ્વારા સામ, દામ અને દંડની ભેદી નીતિ વાપરી કોંગ્રેસ પણ તરફી વલણ ધરાવનાર ઝાલોદમાં અનેક સરપંચોને ખોટા કેસમાં ફસાવી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. કોંગ્રેસમાં જોડાયેલ નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાજકીય કિન્નાખોરી રાખી ખોટી ખાતાકીય તપાસ કરાવી હેરાન કરવામાં આવી રહેલ છે. હિરેન પટેલ કેસમાં રાજકીય દબાણને વશ થઈ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસને સાચી દિશામાં લઈ જવાને બદલે રાજકીય રંગ આપી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ખોટી રીતે ખોટા કેસોમાં ફસાવી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીઓમાં નડતરરૂપ ન બને તે માટે ખોટી રીતે ફસાવવામાં આવી રહેલ છે. જેવા આક્ષેપો સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો.