
ઝાલોદ કોંગ્રેસના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા પ્રાંત કચેરી જઈને ફોર્મ ભરવામાં આવ્યું
મોટી સંખ્યામાં કાર્યકરો ઢોલ કુંડી અને આદિવાસી નૃત્ય કરતા રેલીમાં જોડાયા.
આજ રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતેથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડૉ મિતેશ ગરાસિયા દ્વારા કાર્યકર્તાઓને સાથે રાખી નગરમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા ગયા હતા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય કરતા રેલી સ્વરૂપે પ્રભુતા પાર્ટી પ્લોટથી નીકળ્યા હતા ત્યાર બાદ રેલી દરમિયાન સરદાર પટેલ અને ભીલ રાજા વસૈયાની પ્રતિમાને ફુલ પહેરાવી પ્રાંત કચરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારીને કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરી સોપ્યું હતું ત્યાર બાદ ડૉ મિતેશ ગરાસિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.