
- ૩૫૫૩૨ વૉટથી ભાજપના મહેશભાઈ ભૂરિયાનો વિજય
- ભાજપની જીતથી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ભાજપના ઝંડા તેમજ ઢોલ નગારા સાથે વીજયોત્સવ ઉજવાયો
ઝાલોદ ૧૩૦ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દબંગ નેતા મહેશભાઈ ભૂરિયાની વિજયના સમાચાર મળતાં ઝાલોદ તાલુકાના દરેક ગામ અને શહેરોમાં ફટાકડા ફોડી તેમજ કાર્યકર્તાઓ દ્વારા એક બીજાને મીઠાઈ ખવડાવી વીજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઝાલોદ નગરમાં ભાજપ કાર્યાલય તેમજ દરેક વિસ્તારમાં ઢોલ નગારા સાથે ફટાકડા ફોડવામાં આવ્યા તેમજ ઝાલોદ નગરના વીજયોત્સવ નિમિત્તે દરેક વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજય પતાકા રૂપે ઠેર ઠેર ભાજપનું ધ્વજ લહેરાવવામાં આવ્યું હતું.
ઝાલોદ 130 વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશભાઇ ભુરીયા 35,532 ની જંગી લીડ થી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા ,ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા કુલ વોટ 82,429 વોટ મળ્યા હતા તેમજ કોંગ્રેસના ઉમેદવાર મિતેષ ભાઈ ગરાસીયા કુલ વોટ :- 21,863 વોટ મળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલભાઈ ગરાસીયા કુલ વોટ 46,897 વોટ મળ્યા હતા. તેમજ આ વખતે ચોથા નંબર પર નોટા આવ્યો હતો તેને 4642 વોટ મળ્યા હતા.