ઝાલોદ એ.પી.એમ.સી નાં ચૂંટણી જંગમાં મહેશભાઈ ભૂરિયાની પેનલનો ભવ્ય વિજય

તસ્વીર : પંકજ પંડિત
  • ઝાલોદ એ.પી.એમ.સી નાં ચૂંટણી જંગમાં મહેશભાઈ ભૂરિયાની પેનલનો ભવ્ય વિજય
  • ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચાઈ

૦૧-૦૯-૨૦૨૨ ના રોજ ઝાલોદ ખાતે એ.પી.એમ.સી નું મતદાન યોજાયું હતું તેના પરિણામની ગણતરી ૦૨-૦૯-૨૦૨૨ નાં રોજ સવારે ૯ વાગ્યાથી એ.પી.એમ.સી ખાતે ચાલુ કરવામાં આવી હતી સહુ પ્રથમ વેપાર વેચાણ સંઘની ગણતરી હાથ ધરાઈ હતી ત્યાર બાદ વ્યાપારી વિભાગ અને છેલ્લે ખેડૂત વિભાગની ગણતરી કરવામાં આવી હતી.

 વિજેતા ઉમેદવારો 

વેપાર વેચાણ સંધ

1 ) નારણભાઈ રસુઆત

વ્યાપારી વિભાગ

1 ) હિતેન્દ્રભાઇ પટેલ -134
2 ) ગોપાલભાઈ અગ્રવાલ-113
3 ) પંકજભાઈ કણાઁવટ -109
4 ) મહેન્દ્રભાઈ શાહ – 97

ખેડૂત વિભાગ

1 ) મહેશભાઈ ભુરિયા-208
2 ) કૃષ્ણરાજ ભુરિયા -193
3 ) જેસીંગભાઈ વસૈયા-186
4 ) સુનિલભાઈ હઠીલા-185
5 ) મનપ્રીતસિંહજી રાઠોડ-184
6 ) ભાનુભાઈ સુવર-184
7 ) વિજયભાઈ કોળી-180
8 ) જોરસીંગભાઈ માવી-173
9 ) નરેશકુમાર ભાભોર-171
10 )અનિલભાઈ હઠીલા-168

વિજેતાઓના લિસ્ટમાં મહેશભાઈ ભૂરિયાની પેનલ જંગી બહુમતીથી વિજેતા જાહેર થઈ હતી, વિજેતા જાહેર થતાની સાથે સમર્થકો દ્વારા મિઠાઈયો વહેંચવામાં આવી હતી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જોત જોતામાં ખૂબ મોટી સંખ્યામાં મહેશભાઈ ભૂરિયાના સમર્થકો એ.પી.એમ.સી ખાતે પહોંચી ગયા હતા, દરેક સમર્થકો વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા પડાપડી કરતા જોવા મળતા હતા, સમર્થકો અબીલ ગુલાલ ઉછાળતા અને ડીજે-ઢોલ પર નાચી ખુશીનો ઉત્સવ ઉજવી રહ્યા હતા ,ત્યારબાદ ઝાલોદ એ.પી.એમ.સી ખાતેથી વિજેતાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, વિજય સરઘસમાં ખુબજ મોટું માનવ મહેરામણ ઉમટી પડેલ હતું,ફતેપુરા થી દંડક રમેશભાઈ કટારા પણ વિજેતાઓને અભિનંદન આપવા માટે એ.પી.એમ.સી ખાતે પહોંચી ગયેલ હતા, આમ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે શાંત વાતાવરણની વચ્ચે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.