યુવતી પર મંગેતરે જ બળાત્કાર ગુજાર્યો, કેનાલ પાસે ફેંકી દીધી

કડી, ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો ઇટ્ઠી આગ લગાયે ઉસે કૌન બુઝાયે, કિશારકુમારના કંઠે ગવાયેલુ અને રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલું આ ગીત તો બધાએ સાંભળ્યું જ હશે. મહેસાણામાં કડી ખાતે જાણે આ ગીતનું જ પ્રતિબિંબ પાડતો હોય તેવો બનાવ બન્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આઘાતજનક વાત તો એ છે કે આ દુષ્કર્મ બીજા કોઈએ નહી પણ તેની જેની સાથે સગાઈ થઈ હતી તેણે જ આચર્યુ છે. યુવતીને તેના લીધે જબરજસ્ત આઘાત લાગ્યો છે.

વિરમગામની યુવતીની યુવક સાથે સગાઈ થઈ હતી. તેની સગાઈ જેની સાથે થઈ હતી તે યુવક જ તેનું અપહરણ કરી કડી ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો તથા તેને દેત્રોજ ખાતે કેનાલ નજીક તેના વાળ કાપી ફેંકી દીધી હતી. સદનસીબે યુવતી જીવતી રહી છે. તે સતત કણસી રહી હતી. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત યુવતીના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. હાલમાં યુવતીની સારવાર લેવાઈ રહી છે અને તેના વિવિધ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે. આરોપી યુવકને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીની પણ શોધ ચાલી રહી છે. આરોપી સામે પોલીસે દુષ્કર્મની એફઆઇઆર નોંધી છે. કેટલાયને થાય કે સગાઈ તો થઈ જ ગઈ હતી અને પછી લગ્ન થવાના જ હતા તો યુવતી સાથે દુષ્કર્મ કરવાની ક્યાં જરૂર હતી. પણ આ હકીક્ત છે. પોલીસને પણ આ પ્રકારની ઘટનાથી આશ્ર્ચર્ય થયું છે. તેથી તેણે તેની પાછળના વાસ્તવિક કારણોની તપાસ શરૂ કરી દીધી છે.