યુવતીએ એસ. જયશંકરને પૂછ્યું – પીએમ બનવા માટે મારે શું કરવું જોઈએ?

  • સવાલ ખોટો છે, હું રાજકારણમાં શિખાઉ છું. હું ભૂલથી રાજકારણમાં આવ્યો છું’.

નવીદિલ્હી, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર થાઈલેન્ડમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક છોકરીએ પૂછ્યું કે તેણે ભારતના વડાપ્રધાન બનવા માટે શું કરવું જોઈએ. આના પર વિદેશ મંત્રીએ કહ્યું, ’તમે ખોટા વ્યક્તિને સવાલ પૂછી રહ્યા છો… હું રાજકારણમાં શિખાઉ છું. હું ભૂલથી રાજકારણમાં આવ્યો છું’, આ સાથે તેણે કહ્યું કે દુનિયાને સારી બનાવવા માટે રાજકારણમાં આવવું જરૂરી નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે થાઈલેન્ડની મુલાકાત લીધી, જ્યાં તેમણે મ્યાનમારના વિદેશ મંત્રી થાન સ્વે સાથે મુલાકાત કરી અને વિવિધ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી, ખાસ કરીને ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવેને ઝડપથી પૂર્ણ કરવા અંગે તેમણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. . તેઓ મેકોંગ ગંગા કોઓપરેશન મિકેનિઝમ બેઠકની બાજુમાં મ્યાનમારના વિદેશ પ્રધાનને મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારત, થાઈલેન્ડ અને મ્યાનમાર લગભગ ૧૪૦૦ કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે, જે ત્રણેય દેશોને જમીન દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડશે અને ત્રણેય દેશો વચ્ચે વેપાર, વ્યાપાર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પ્રવાસન સંબંધોને પ્રોત્સાહન આપશે. ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવે પ્રોજેક્ટનું ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ વ્યૂહાત્મક હાઈવે પ્રોજેક્ટ મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના માએ સોટ સાથે જોડશે. આ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. સરકારનો લક્ષ્યાંક ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં હાઈવે પરથી કામગીરી શરૂ કરવાનો હતો.