યુવાઓના ભાવિ સાથે ચેડાં સહન નહી કરાય: યોગી

ઉત્તરપ્રદેશ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના લોક ભવનમાં રવિવારે વિવિધ વિભાગોમાં લગભગ ૧૮૦૦ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ ફરી એકવાર પોતાની આક્રમક શૈલીમાં જોવા મળ્યા. કાર્યક્રમને સંબોધતા તેમણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને ખુલ્લી ચેતવણી આપી હતી.

પોલીસ ભરતી પરીક્ષામાં કથિત પ્રશ્ર્નપત્ર લીક અંગે સીએમ યોગીએ કહ્યું કે જે લોકો યુવાનોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે તેમને છોડવામાં નહી આવે. તેઓને પાઠ ભણાવવામાં આવશે. તેમણે કહ્યું ભવિષ્ય સાથે રમત કરવી એ રાષ્ટ્રીય પાપ છે. આવી સ્થિતિમાં આરોપીઓને એવો પાઠ ભણાવવામાં આવશે કે તેઓ ઘરના નહી રહે કે ઘાટના. સીએમએ કહ્યું કે આવા લોકો સામે એવી કાર્યવાહી કરવામાં આવશે કે અન્ય લોકો હંમેશા યાદ રાખશે.. લોકો યાદ કરશે.

સીએમ યોગીએ કહ્યું કે યુવાનોના ભાવિ સાથે રમનારાઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સરકારનો સંકલ્પ છે કે નિમણૂક પ્રક્રિયા સંપૂર્ણ ઈમાનદારી સાથે થવી જોઈએ. અપ્રમાણિક્તાને કારણે યુવાનો હિજરત કરવા મજબૂર છે. સીએમએ કહ્યું કે તેમની સરકારે અગાઉ પણ ઝીરી ટોલરન્સ નીતિ અપનાવીને આરોપીઓ સામે કડક પગલાં લીધા છે અને હવે પણ આવા મામલાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં.