- યુવક અને યુવતી બંને એક ગામના હોવા સાથે એક જ ફળિયાના
- પોલીસ તપાસમાં યુવક અને યુવતીના પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું
- પ્રેમી વિજય પરમાર એ પ્રેમ સંબંધમાં અણબનાવ તથા યુવતીની હત્યા કરીને પોતે કર્યો આપઘાત
- યુવતી ની હત્યા કર્યા બાદ યુવક વિજય પરમાર હત્યા કરેલ ફોટા કર્યા વાયરલ..
શહેરા તાલુકાના લીબોદ્રા ગામ પાસે આવેલા જંગલમાં યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. જોકે યુવક એ યુવતીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કર્યા બાદ યુવકે ઝાડ ઉપર લટકી જઈને આપઘાત કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે મરણ જનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકાના લીંબોદ્રા ગામ ખાતે શીતલ પરમાર નામની યુવતી ગુમ થઈ જતા પોલીસ મથક ખાતે યુવતી ના પિતા દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે આ યુવતી સાથે એ જ ફળિયામાં રહેતો વિજય પરમાર નામનો યુવક પણ ગુમ હોવાથી પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ગામ સહિતના આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથધરી હતી. જોકે યુવક વિજય પરમાર દ્વારા એના મોબાઈલ થી યુવતી ની હત્યા કરેલ હ ફોટા વાયરલ કરી દેવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વન વિભાગના જંગલ વિસ્તારમાં તપાસ કરતા 22 વર્ષીય યુવક વિજય પરમાર ની ઝાડ ઉપર લટકતી લાશ અને જમીન પર 19 વર્ષીય યુવતી શીતલ પરમાર ની ગળુ કાપેલી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
પોલીસ દ્વારા આ બન્ને ના પરીવારજનોને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે મૃતકના પરીવારજનો દોડી આવ્યા હતા. બનેલા બનાવને લઈને ડી.વાય.એસ.પી પી.આઈ રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત ઘટના સ્થળે આવી પહોંચીને જરૂરી તપાસ હાથધરી હતી. મરણ ગયેલ યુવક અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ શહેરા ખાતે મોકલી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મરણ ગયેલ વિજય પરમાર અને શીતલ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ કોઈ અણબનાવ થતા પ્રેમી વિજયએ ગુસ્સામાં આવીને તેની પ્રેમિકા શીતલ પરમાર ની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. અને હત્યા કરતા પહેલા યુવક વિજય એ યુવતીના હત્યા કરેલ ફોટા પણ વાયરલ કર્યા હતા. હાલ તો પોલીસ દ્વારા યુવતી ની હત્યાને લઈને મરણ ગયેલ વિજય પરમાર સામે 302 હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.