યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ અડાદરા(કલોલ)ખાતે યોજાયો

ગોધરા,

ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રલાય નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અને આદિજાતિ આશ્રમ અડાદરા ખાતે તાં.21 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી સુધી યુવા નેતૃત્વ ઔર સામુદાયિક વિકાસ પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી શિબિર મુખ્ય હેતુ યુવાનો માં નેતૃત્વ ક્ષમતા વધારવા અને સામાજીક વિકાસ પ્રતિ જાગૃત કરવા માટેતેમાં 9 અલગ અલગ વિષય પર જેમાં કે સ્વચછતા, ડિઝિટલ સાક્ષરતા, સાઈબર સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, આત્મનિર્ભરભારત, કૌશલ્ય અને વ્યક્તિગત વિકાસ, નેતૃત્વ અને સંભાષણ કૌશલ્ય વગેરે જેવા વિષય ઉપર જિલ્લામાંથી આવેલ પોફેસર. સાયબર કાઈમ પોલીસ વિભાગ તેમજ નિષ્ણાત વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ 3 દિવસ તાલીમ દરિમયાન યોગ શિબિર, સફાઈ અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખેલકૂદ રમતો થકી 40 યુવાનો તાલીમ આપી પ્રમાણપત્રથી સમ્માનિત કર્યોઆ કાર્યક્રમ આશ્રમશાળાના આચાર્ય પટેલ વિનોદભાઈ દ્વારા ખુબ સાથ સહકાર આપ્યો તે બદલ જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ સાહેબ સૌ યુવાનો હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા.