મહીસાગર જીલ્લા યુવા મહોત્સવ જેઠોલી ખાતે યોજાયો


બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે આવેલી એલ.કે.આર પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં મહીસાગર જીલ્લાનો જીલ્લાકક્ષાઓ યુવા મહોત્સવ મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ યુવા મહોત્સવમાં મહીસાગર જીલ્લાની 239 માધ્યમિક શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે આવેલી એલ.કે.આર સાર્વજનિક હાઈસ્કૂલમાં મહીસાગર જીલ્લા જીલ્લા કક્ષાંઓ યુવા મહોત્સવ મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીના દ્વારા ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ પ્રસંગે મહીસાગર કલેક્ટરે નેહા કુમારી જીલ્લા મહોત્સવમાં લીધેલા વિધાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો, સાથે જીલ્લા માંથી રાજ્યમાં અને રાજ્ય માંથી દેશ કક્ષાએ અને દેશ માટે વિવિધ સ્પર્ધામાં જઈ મહીસાગર જીલ્લાનું નામ રોશન કરે તેવી શુભેછાઓ આપી હતી. જીલ્લા મહોત્સવમાં મહીસાગર જીલ્લાની 239 માધ્યમિક શાળાના 427 વિધાર્થીઓએ લોકનૃત્ય, લોકગીત, એકાંકી, કર્નાટક સંગીત, સિતાર,વાસણી, તબલા વીણા, શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ જેવી વિવિધ 33 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, જીલ્લા શિક્ષણા અધિકારી એ.ડી.મુનિયા, મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી અવની તાંબિયાર, જીલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા, જેઠોલી સરપંચ દિપક પંચાલ સહીત ભારે સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.