યુક્રેનમાં દૂર્ઘટનાનો શિકાર બન્યુ એરફોર્સનુ વિમાન, 22ના મોત

 યુક્રેનમાં મોટી વિમાન દૂર્ઘટના બની છે. શુક્રવારે વાયુસેનાનુ એક વિમાન ક્રેશ થઈ ગયુ. માહિતી મુજબ દૂર્ઘટનામાં મિલિટ્રી કેડેટ્સ સહિત 22 લોકો માર્યા ગયા. વળી, બે લોકોના ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર છે. જે માહિતી મળી રહી છે તે મુજબ યુક્રેનના પૂર્વ ભાગમાં ખારકીવ વિસ્તારમાં આ દૂર્ઘટના બની. યુક્રેનના એક મંત્રીએ દૂર્ઘટનાની પુષ્ટિ કરી છે. મંત્રી એંટોન ગેરાશેંકોએ જણાવ્યુ કે દૂર્ઘટનામાં 22 લોકો માર્યા ગયા છે જ્યારે બે ઘાયલ થયા છે.

બે અન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે ટ્રાન્સપોર્ટ પ્લેનમાં 28 લોકો સવાર હતા. તેમાંથી 21 મિલિટ્રી સ્ટુડન્ટ્સ હતા જ્યારે 7 વિમાનના ક્રૂના સભ્ય હતા. મંત્રીએ જણાવ્યુ કે દૂર્ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેંલેંસ્કીએ કહ્યુ છે કે તે શનિવારે આ વિસ્તારની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યુ છે કે અમે બધી પરિસ્થિતિઓ અને દૂર્ઘટનાના કારણોની તપાસ માટે તત્કાલ એક પંચની રચના કરી રહ્યા છે.

સમાચારો મુજબ એંટોનોવ-26 પરિવહન વિમાન યુક્રેનના સમયાનુસાર રાતે 8.50 વાગે ચુહિવ એરફોર્સ એરપોર્ટથી બે કિલોમીટર દૂર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દૂર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ. આગ પર કાબુ મેળવવામાં એક કલાક લાગ્યો.