કિવ,
છેલ્લા ૧૦ માસથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ઓર્થોડોક્સ- ક્રિશ્ર્ચીયનની ક્રિસમસના અવસરે આજે તા.૬ અને આવતીકાલ તા.૭ એમ બે દિવસ યુદ્ધ વિરામથી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીનની જાહેરાતને યુક્રેનએ ફગાવી દીધી છે.યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માઈબાઈલો પોડોલીક એ પુટીનની આ જાહેરાતને એક દંભી ગણાવતા જણાવ્યું કે રશિયા ફક્ત પ્રચાર માટે જ આ દરખાસ્ત કરી છે.
તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન યુદ્ધ ખૂબ જ નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું હોવાનું જણાવીને સમગ્ર સ્થિતિમાં નવો સસ્પેન્સ લાવી દીધો છે. રશિયાની બે દિવસની યુદ્ધ વિરામ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા ટવીટમાં યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર પોડોલીકે ટવીટથી જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે રશિયા હવે જયારે તેના કબ્જાવાળા યુક્રેનના વિસ્તારો છોડે તો જ યુદ્ધ વિરામ થશે.
તેઓએ પુટીનને દંભ તેની પાસે જ રાખવાની સલાહ આપી હતી. રશિયાનું આ પગલું ફક્ત પ્રોપેગંડા છે. તે યુદ્ધની તીવ્રતા ઘટાડવા તથા યુક્રેનના હુમલા ઓછા કરવા માટે સમય મેળવવા માંગે છે. આ રશિયાની ચાલાકી છે.
રશિયામાં ઓર્થોડોસ ચર્ચના વડાએ તેમની ક્રિસમસ સંદર્ભમાં આ અપીલ કરી હતી જેને પુટીને હતી. જેમાં બે દિવસ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી અને જાહેર કર્યુ કે હવે યુદ્ધ ૬-૭ જાન્યુઆરીએ થશે નહી. રશિયા-યુક્રેનમાં રહેતો એક મોટો સમુદાય આ બે દિવસ ક્રિસમસ મનાવે છે. પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને મહત્વપૂર્ણ એક વિધાનમાં જણાવ્યું કે યુદ્ધ નાજુક તબકકે છે અને અમો તથા જર્મની હવે યુક્રેનને વધુ મહત્વની મદદ કરવા જઈ રહી છે. અમો જે કંઈ જરૂરી છે તે તમામ કરવા તૈયાર છીએ.
હાલમાં જ અમેરિકાએ જે મિસાઈલ શ્રેણી યુક્રેનને આપી તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થઈ છે અને યુક્રેને અનેક રશિયન અડ્ડા ખત્મ કર્યા છે તથા ૮૯થી વધુ રશિયન સૈનિક માર્યા ગયા હતા.
રશિયાએ બે દિવસ યુદ્ધ વિરામની જાહેરાતને યુક્રેને માન્ય નહી રાખતા હવે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન નવા અને મરણીયા હુમલા માટે આદેશ આપે તેવી શકયતા પશ્ર્ચિમી દેશોના નિષ્ણાંતો માની રહ્યા છે.