હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ શાંત થવાનું નામ નથી લઇ રહી. તેનાથી ઉલટું બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ ઘટનાએ ફરી વિશ્વને બે ભાગમાં વિભાજીત કરી દીધું છે.
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે સતત 21 દિવસ સુધી યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં કુલ 8500થી વધુ લોકોના મોત થયા છે.
ગાઝાના હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે વારંવાર હવાઈ હુમલાઓ સાથે પ્રતિક્રિયા આપી છે, જેમાં ત્યાંનાં 7,000 થી વધુ લોકો માર્યા ગયા છે. જો સરહદ નજીક તૈનાત ઇઝરાયેલી દળો આક્રમક હુમલો કરે તો મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે.
ગુરુવારે ઇઝરાયેલની સેનાએ ગાઝામાં 250 સ્થળો પર હુમલો કર્યો હતો. દરમિયાન, હમાસે એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં માર્યા ગયેલા બંધકોની અંદાજિત સંખ્યા 50 જેટલી છે. તમને જણાવી દઈએ કે હમાસ હુમલા દરમિયાન લગભગ 224 લોકોને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં પોતાની સાથે લાવ્યા હતા.
યુદ્ધના બારમા દિવસે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 લોકોના મોત થયા બાદ પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી જૂથ હમાસ વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહી શંકાના ઘેરામાં આવી ગઈ હતી. હમાસે તરત જ કહ્યું હતું કે, ઇઝરાયલે હોસ્પિટલ પર હવાઈ હુમલા કર્યા હતા. જ્યારે ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇનના અન્ય સશસ્ત્ર જૂથ – ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓએ ઇઝરાયલ સામે રોકેટ ચલાવ્યું હતું, જે મિસફાયર થતાં ગાઝાની હોસ્પિટલ પર પડ્યું જેમાં અસંખ્ય લોકોના મોત થયા હતા. હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં મંગળવારે થયેલા હોસ્પિટલ હુમલા સામે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં અને 7 ઓક્ટોબરના હુમલા માટે ઓછામાં ઓછા 3,478 લોકો મર્યા હતા.
જ્યારે ઈઝરાયેલે કહ્યું છે કે, 7 ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકીઓએ તેના લગભગ 1400 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વિશ્વભરના નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, ‘ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના દર્દનાક મોતથી ખૂબ દુખી છું. પીડિતોના પરિવારજનોને મારી હાર્દિક સહાનુભૂતિ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિનું નુક્શાન ચિંતાનો વિષય છે.’ આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બુધવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું સમર્થન કરવા માટે ઈઝરાયલ પહોંચ્યા હતા. અહીં જાણો ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 10 મોટા અપડેટ્સ.
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હોસ્પિટલ પર રોકેટ હુમલો થવાથી ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઇઝરાયલના લોકોને અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલો સહન કર્યા બાદ ગુસ્સામાં આંધળા ન થવાની અપીલ કરતા કહ્યું છે કે, અમેરિકાએ 11 સપ્ટેમ્બર પછી ભૂલો કરી છે. ઇઝરાયેલે તેનું પુનરાવર્તન ન કરવું જોઈએ.
બુધવારે તેલ અવીવમાં પોતાના સંબોધનમાં જો બાઇડને કહ્યું હતું કે, તેઓ શાંતિની શોધમાં ટૂ-સ્ટેટ સમાધાનનું સમર્થન કરે છે. “બધા પેલેસ્ટીનીઓ હમાસ નથી હોતા. ગાઝા હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટ બાદ સીરિયા, ઇજિપ્ત, ઇરાન, જોર્ડન, લેબેનોન અને મૌરિટાનિયા એવા દેશોમાં સામેલ છે, જેમણે પોતાના દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
બુધવારે બાઇડન વહીવટીતંત્રએ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન પ્રોગ્રામને નિશાન બનાવતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેનો હેતુ ઇઝરાયલ અને અખાતમાં સાથીઓ માટે તેહરાનના ખતરા તેમજ યુક્રેનમાં શસ્ત્રોની “વિનાશક” અસરનો સામનો કરવાનો છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને આ અંગે માહિતી આપી હતી. આ પહેલા યૂરોપીય દેશોએ ગત મહીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઇલ અને પરમાણુ પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, આ કરારનું પાલન નહીં કરવા માટે ઇરાન પર પોતાના પ્રતિબંધ યથાવત રાખશે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ યુદ્ધગ્રસ્ત ગાઝામાં એક હોસ્પિટલના કમ્પાઉન્ડ પર રોકેટ હુમલા પછી યુનાઇટેડ સ્ટેટ્સ પર ઇઝરાયલના “ગુનાઓ”માં ભાગીદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેરૂસલમ પોસ્ટના જણાવ્યા અનુસાર, ઇરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયને કહ્યું કે, તમામ ઇસ્લામિક દેશોએ ઇઝરાયલના રાજદૂતોને હાંકી કાઢવા ઉપરાંત ઇઝરાયલ પર તેલ પ્રતિબંધને મંજૂરી આપવી જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ.