કીવ,રશિયાએ યુક્રેનના વધુ કેટલાક શહેરોને મિસાઈલ વડે ટાર્ગેટ કર્યા છે.યુક્રેનના ઉમાન શહેર પર ઝિંકાયેલી રશિયન મિસાઈલોએ ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જયા છે.મિસાઈલના સપાટામાં આવેલી નવ માળની બિલ્ડિંગ બરબાદ થઈ ગઈ છે.ઉમાન ઉપરાંત કિવ અને ડેનિપ્રો ક્રેમેંચુક, મેકોલેઈવ નામના શહેરોમાંથી પણ રશિયાની મિસાઈલો ખાબકી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે કરેલી વાત બાદ રશિયાએ અપનાવેલા આક્રમક રુખને લઈને ઘણી અટકળો થઈ રહી છે.એમ પણ રશિયા છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ હતુ.
જિનપિંગ સાથેની જેલેન્સ્કીની વાતચીત અંગે ચીની મીડિયાનુ કહેવુ છે કે, જિનપિંગે જેલેન્સ્કીને ખાતરી આપી હતી કે ચીન આ યુદ્ધ ની આગમાં ઘી નહીં હોમે અને બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા જ એક માત્ર રસ્તો છે.સાથે સાથે તેમણએ જેલેન્સ્કીને સલાહ આપી હતી કે, પરમાણુ યુદ્ધ થશે તો કોઈ નહીં જીતે અને બંને દેશોની હાર થશે.