કીવ,
યુદ્ધ ટેંકો,અત્યાધુનિક હથિયારો અને દારૂગોળાની ભારે કમીનો સામનો કરી રહેલ યુક્રેનને યુરોપીય યુનિયનથી ફરી સંજીવની મળી ગઇ છે.યુરોપી સંધે યુક્રેનને ૫૦૦ મિલિયન યુરોથી વધુની સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે.તેનાથી રશિયા યુક્રેન જંગ ફરીથી નવા મોડ પર પહોંચવાની આશંકા વધી ગઇ છે.અત્યાર સુધી રશિયા ફરીથી યુક્રેન પર હાવી લાગતુ હતું પુતિન તરફથી તાકિદે યુક્રેનથી યુદ્ધ જીતી લેવાનો દાવો કર્યો હતો ત્યારબાદથી જ રશિયાએ યુક્રેન પર ચારેબાજુ હુમલા તેજ કરી દીધા છે.બીજીબાજુ પરાજીત થઇ રહેલ યુક્રેનને યુરોપીય યુનિયને ફરીથી સેન્ય મદદ આપી તેનો ઉત્સાહ વધારી દીધો છે.
યુક્રેનને યુરોપીય સંધ (ઇયુ)ની સૈન્ય સહાયતા વધુ વધારી ૫૦ કરોડ યુરો (૫૪.૩ કરોડ ડોલર) કરી દેવામાં આવશે.વિદેશ મંત્રી આ વાત પર સહમત થઇ ગઇ ગયા છે.વિદેશ પ્રમુખ જોસેપ બોરેલના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની સેનાના પ્રશિક્ષણ માટે ૪.૫ કરોડ યુરો આપવા પર સહમતિ બની છે.યુરોપીય સંધના વિદેશ મંત્રીઓની બેઠક બાદ બોરેલે એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે યુક્રેન માટે સૈન્ય સહાયતાનો આ સાતમુ પેકેજ છે.આ યુક્રેનને યુરોપીય શાંતિ સુવિધાના માધ્યમથી વિત્તપોષિત સૈન્ય નાણાંકીય સહાયતાની કુલ રકમ ૩.૬ બિલિયન યુરો સુધી જાય છે.આ વચ્ચે દેશ માટે કુલ યુરોપીય સંધનું સમર્થન હવે ૫૦ બિલિયન યુરોની નજીક પહોંચી રહ્યું છે.જેથી યુરોપીય સંધ યુક્રેનને સહાયતાનું અગ્રણી પ્રદાતા બનું ગયું છે.
યુક્રેનને યુદ્ધક હથિયાર આપવા પર નાટો સહિત અમેરિકાએ રશિયાને કડક ચેતવણી આપી હતી ત્યારબાદ જો બાઇડને જેલેંસ્કીને ૨.૫ બિલિયન ડોલરની રક્ષા સહાયતાની જાહેરાત કરી દીધી છે. આ રીતે અમેરિકા યુક્રેનને ૯૦ સ્ટ્રાઇકર લડાકુ વાહન અને ૫૯ વધારાના બ્રૈડલી લડાકુ વાહન મોકલશે.