યુદ્ઘની આશંકા

યુદ્ઘની આશંકા

પશ્ચિમ એશિયામાં એક મોટા યુદ્ઘનો તણાવ એટલો વધી ગયો છે કે તેની આંચ ભારત સુધી પહોંચવા લાગી છે. ઉલ્લેખનીય છેકે ઇઝરાયલ-ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે એર ઇન્ડિયાએ ઇઝરાયલના તેલ અવીવથી આવનારી તમામ ઉડાનોને ૮ ઓગસ્ટ સુધી માટે તાત્કાલિક પ્રભાવથી નિલંબિત કરી દીધી છે. શું ભારત સરકારને કોઈ ગુપ્ત બાતમી મળી છે? શું ઇરાન કે ઇઝરાયલથી ચેતવણી આવી છે? એક હદ સુધી આ બંને દેશોથી ભારતના ઠીકઠાક કામકાજી સંબંધ છે, તેથી ભારત પાસે જો યુદ્ઘની પૂર્વ સૂચના આવી હોય, તો આશ્ર્ચર્ય નહીં.

જો યુદ્ઘની આશંકા ન હોય, તો એર ઇન્ડિયાના તાજા પગલાને કેવી રીતે સમજવું? ધ્યાન આપવા જેવી વાત છે કે પેલેસ્ટાઇનના નામે સંઘર્ષ કરી રહેલ આતંકી સંગઠન હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની ઇરાનમાં હત્યા કરી દેવાઈ હતી, જેનો આરોપ સીધો ઇઝરાયલ પર લાગ્યો હતો. એ વાત પણ ઉલ્લેખનીય છે ઇરાને હાનિયાના ખૂનનો બદલો લેવાના સોગંદ ખાધા છે. વાસ્તવમાં ઇઝરાયલ પોતાના લોકોની હત્યાનો બદલો લેવા માટે અભિયન છેડ્યું છે. ગુરુવારે ૧ ઓગસ્ટે જ ઇઝરાયલી રક્ષા દળોએ હમાસના સૈન્ય પ્રમુખ મોહંમદ દૈફના મોતની પુષ્ટિ કરી છે, જેને ઇઝરાયલ ૭ ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ માને છે. આશંકા છે કે ગાઝામાં હાલના યુદ્ઘને હમાસના આ સૈન્ય વડાએ જ અંજામ આપ્યો હતો. સમાચાર આવ્યા છે કે તેને ગાઝામાં જ ૧૩ જુલાઇએ મારી નાખવામાં આવ્યો હતો.

ઇઝરાયલના અસાધારણ હુમલાથી ઇરાન જ નહીં, અન્ય ઇસ્લામી દેશોમાં પણ આક્રોશ છે. અરબ દેશો ઉપરાંત ચીન અને પાકિસ્તાને પણ ઇઝરાયલની નિંદા કરી છે. ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમેની જે રીતે આક્રમક નિવેદનો કરી રહ્યા છે, તેનાથી યુદ્ઘની આશંકાને બળ મળી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હત્યાનો બદલો લેવો અમારુ ર્ક્તવ્ય છે. આ સમયે ના ઇરાનને કોઈ સમજાવી શકે છે કે ના ઇઝરાયલ કોઈનું સાંભળે છે. એ પણ માનવામાં આવે છે કે ઇરાન ભલે કોઈ મોટો હુમલો ન કરે, પરંતુ પોતાની સાખ બચાવવા માટે સાંકેતિક અને સીમિત હુમલાની કાર્યવાહી કરી શકે છે.

‘જોકે સામે ઇઝરાયલ પણ તૈયાર છે. આ યુદ્ઘ ન ભડકે, તેની આશા રાખી શકાય, પરંતુ આ દોરની આ બહુ મોટી મુશ્કેલી છે કે હવે સંયુક્ત રાષ્ટ્રનું પણ કોઈ સાંભળતું નથી. શું ભારત જેવા દેશો પોતાનો બચાવ કરવાની સાથે જ આ યુદ્ઘ રોકવા માટે કંઈ કરી શકે છે? અસલમાં, પશ્ર્ચિમ એશિયામાં શાંતિ માટે એક મોટા સંમેલનની જરૂર છે. અરબ દુનિયા જે રીતે વહેંચાયેલી છે, તેમાં તેમના પોતાના સ્તર પર સંમેલનની આશા ન રાખી શકાય, પરંતુ હા, સંયુક્ત રાષ્ટ્ર પોતાના પ્રયાસોથી એક ખાસ સંમેલન બોલાવી શકે છે. સુધાર અને સમજાવટની જરૂર ઇરાનને પણ છે અને ઇઝરાયલને પણ. સઉદી અરબ જો યુદ્ઘ નથી ઇચ્છતું, તો પશ્ર્ચિમ એશિયામાં વ્યાપક શાંતિ-વાર્તાની પહેલ એ પણ કરી શકે છે. આ દેશોએ લગભગ સદી ભરથી પરસ્પર લડતાં ભારે કિંમત ચૂકવી છે. એમાં ઇઝરાયલ બળુંકુ સાબિત થયું હતું.

ખબર નહીં કેટલા યુદ્ઘો બાદ આ દેશો શાંતિના રસ્તે ચાલશે?’જોકે સામે ઇઝરાયલ પણ તૈયાર છે. આ યુદ્ઘ ન ભડકે, તેની આશા રાખી શકાય, પરંતુ આ દોરની આ બહુ મોટી મુશ્કેલી છે કે હવે સંયુક્ત રાષ્ટ્રનું પણ કોઈ સાંભળતું નથી. શું ભારત જેવા દેશો પોતાનો બચાવ કરવાની સાથે જ આ યુદ્ઘ રોકવા માટે કંઈ કરી શકે છે? અસલમાં, પશ્ર્ચિમ એશિયામાં શાંતિ માટે એક મોટા સંમેલનની જરૂર છે. અરબ દુનિયા જે રીતે વહેંચાયેલી છે, તેમાં તેમના પોતાના સ્તર પર સંમેલનની આશા ન રાખી શકાય, પરંતુ હા, સંયુક્ત રાષ્ટ્ર પોતાના પ્રયાસોથી એક ખાસ સંમેલન બોલાવી શકે છે. સુધાર અને સમજાવટની જરૂર ઇરાનને પણ છે અને ઇઝરાયલને પણ. સઉદી અરબ જો યુદ્ઘ નથી ઇચ્છતું, તો પશ્ર્ચિમ એશિયામાં વ્યાપક શાંતિ-વાર્તાની પહેલ એ પણ કરી શકે છે. આ દેશોએ લગભગ સદી ભરથી પરસ્પર લડતાં ભારે કિંમત ચૂકવી છે. એમાં ઇઝરાયલ બળુંકુ સાબિત થયું હતું. ખબર નહીં કેટલા યુદ્ઘો બાદ આ દેશો શાંતિના રસ્તે ચાલશે?