વાયએસઆરટીપીના નેતા વાઇએસ શર્મિલા એ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને તેમની સાથે ચાલી લોકોની સમસ્યાઓને જોવે

હૈદરાબાદ,

તેલંગણામાં વાયએસઆરટીપીના નેતા વાઇએસ શર્મિલાએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને પડકાર આપ્યો છે કે તે તેમની સાથે ચાલી લોકોની સમસ્યા જોવે. તેના માટે તેમણે તેમને ભેટમાં એક જોડી નવા બુટ પણ આપ્યા છે.વાઇએસઆર તેલંગણા પાર્ટીના પ્રમુખે હૈદરાબાદમાં પત્રકારોને બુટનો ડબ્બો બતાવતા કહ્યું કે આજે તેમણે કેસીઆરને તેમની સાથે પદયાત્રા(માર્ચ)માં ચાલવાનો પડકાર આપ્યો છે.મુખ્યમંત્રી પર ટીપ્પણી કરતા તેમણે કહ્યું કે આ જુતા તેમની સાઇજના છે અને જો જુતા તેમને ફીટ ન થાય તો આ ડબ્બામાં તેનું બિલ પણ છે.તે તેને બદલાવી પોતાની સાઇજના જુતા ખરીદી શકે છે.

શર્મિલા એ કહ્યું કે તેમણે જે મુદ્દો ઉઠાવ્યો છે જો તે ખોટા સાબિત થાય તો તે હંમેશા માટે રાજનીતિથી સંન્યાસ લઇ લેશે પરંતુ જો તે યોગ્ય સાબિત થાય છે તો મુખ્યમંત્રી કેસીઆરે પદેથી રાજીનામુ આપવું જોઇએ અને તેલંગણાના લોકોથી તેમણે માફી માંગવી જોઇએ.

એ યાદ રહે કે શમલા પડોસી રાજય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીની બેન છે.તે આ વર્ષના અંતમાં તેલંગણા ચુંટણી પહેલા પોતાની પ્રજાપ્રસ્થાનમ પદયાત્રા માટે રાજયનો પ્રવાસ કરી રહ્યાં છે.ગત વર્ષ તેમના કાફલા પર કહેવાતા હુમલા બાદ પ્રવાસ રોકી દેવામાં આવ્યો હતો.