YouTube દર મહિને 7 લાખ રૂપિયાથી વધારે કમાણી કરવાની આપી રહ્યું છે તક, ચેક કરો ડિટેલ્સ

 યુ ટ્યુબ (YouTube) ચીની વીડિયો એપ ટિકટોકની (TikTok)જેમ પોતાની અલગ શોટ્સ એપ (Shorts App)લોન્ચ કરી રહ્યું છે. યુ ટ્યૂબ ભારત સહિત ઘણા દેશોમાં શોર્ટ્સ એપ માટે 10 કરોડ ડોલરનું ફંડ જાહેર કરી રહ્યું છે. તેનાથી વિત્ત વર્ષ 2021-22 દરમિયાન યુ ટ્યૂબ ક્રિએટર્સ શોર્ટ્સ દ્વારા દર મહિને 7400 રૂપિયાથી(100 ડોલર) લઇને 7,40,000 રૂપિયા (10,000 ડોલર)સુધીની કમાણી (Earn Money)કરી શકે છે. આ રૂપિયા શોટ્સના વ્યૂઝ અને એંગેજમેન્ટના આધારે કરવામાં આવશે. જુલાઇ-2021 દરમિયાન આ ફંડ ખાસ દેશોમાં ઉપલબ્ધ થઇ જશે. જેમાં ભારત, બ્રાઝિલ, જાપાન, રશિયા, બ્રિટન, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા, ઇન્ડોનેશિયા અને મેક્સિકો સામેલ છે. કોઇપણ ક્રિએટર્સ લઇ શકે છે ભાગ

યુ ટ્યૂબે કહ્યું કે દરેક મહિને અમે આ 10 કરોડ ડોલરના ફંડનું રોકાણનો દાવો કરવા માટે હજારો ક્રિએટર્સ સુધી પહોંચીશું. આ ફંડ યુ ટ્યૂબ પર શોર્ટ્સ માટે મોનિટાઇઝેશન મોડલ બનાવવામાં મદદ કરશે. આ ફક્ત યુ ટ્યૂબ પોર્ટનર પ્રોગ્રામમાં ક્રિએટર્સ સુધી સમિતિ નથી. કોઇપણ ક્રિએટર્સ તેમાં ભાગ લઇ શકે છે. શોર્ટ્સ ફંડના લોન્ચની સાથે ક્રિએટર્સ અને કલાકારોને હવે યુ ટ્યૂબ પર દર મહીને મોટી કમાણી કરવાની તક મળશે. યુ ટ્યૂબના બિઝનેસ ચીફ ઓફિસર રોબર્ટ કિનક્લે કહ્યું કે ક્રિએટર્સની કમાણીમાં વિજ્ઞાપન હોય છે. ક્રિએટર્સને યુ ટ્યૂબ પર જાહેરાતોમાંથી થનારી કમાણીનો સૌથી વધારે ભાગ મળે છે.

ઘણા પ્રકારેથી થશે ક્રિએટર્સની કમાણી

યુ ટ્યૂબ પ્રીમિયમ પેડ સબ્સક્રિપ્સન છે, જે સદસ્યોને યુ ટ્યૂબ મ્યૂઝિક એપ માટે એડ ફ્રી કન્ટેંટ, બેકગ્રાઉન્ડ પ્લેબેક, ડાઉનલોડ અને પ્રીમિયર કન્ટેટમાં અક્સેસ ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ કહ્યું કે સબ્સક્રિપ્શન રેવન્યૂનો મોટો ભાગ યુ ટ્યૂબ પાર્ટનર્સને મળે છે. ચેનલ મેમ્બરશિપની સાથે ક્રિએટર તે દર્શકોને વિશેષ સુવિધાઓ અને કેન્ટેટ ઉપલબ્ધ કરાવી શકે છે. જે ક્રિએટર તરીકે નક્કી કિંમત પર માસિક ભુગતાન કરનાર સદસ્ય તરીકે પોતાની ચેનલમાં સામેલ થાય છે.