મુઝફરનગર,
મુઝફરનગરના મોહમ્મદ લોહદ્દાના રહેવાસી યુટ્યુબર ફરમાની નાઝના પરિવારમાંથી ભાઈ સહિત આઠ લોકોની સરથાણા પોલીસ સ્ટેશને લૂંટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ડિયન આઈડલ અને હર-હર શંભુ ભજનો ગાવાથી ચર્ચામાં આવેલા સિંગર ફરમાની નાઝના પિતા આરીફ ગેંગ બનાવીને લોખન્ડના સળિયાની લૂંટ ચલાવતા હતા. જેનો સોમવારે પોલીસે પર્દાફાશ કર્યો હતો.
આ ટોળકીએ રક્ષકોને બંધક બનાવીને ૨૫ ક્વિન્ટલ લોખંડના સળિયાની લૂંટ કરી હતી. ફરમાનીના ભાઈ અરમાન સહિત આઠ બદમાશો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેના પિતા અને જીજા સહીત સાત આરોપીઓ ફરાર છે. આરોપીઓના કબજામાંથી ૨૦૦ ક્વિન્ટલ લોખંડના સળિયા અને પીકઅપ મળી આવ્યું હતું.
અંગે સ્થાનિક એસપીના જણાવ્યા અનુસાર તેહરકી ગામમાં પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ગામની સીમમાં ૨૫ ક્વિન્ટલ જેટલી લોખંડના સળિયા મંગાવ્યા હતા. ૧૦ ઓક્ટોબરની રાત્રે, બદમાશોએ બે ગાર્ડને બંધક બનાવ્યા અને લોંખડના સળિયાની લૂંટ ચલાવી હતી. અને આ સળિયા પીકઅપ ડાલુમાં ભરી લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી બદમાશોની શોધખોળ શરૂ કરી હતી. મોબાઈલ ટાવરના મ્જીમાંથી પોલીસ બદમાશો સુધી પહોંચી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ તહેરકી લૂંટની કબૂલાત કરી હતી. પોલીસે ૨૦૦ કિલોગ્રામ બાર કબજે કર્યા છે. આરોપી યુટ્યુબર ફરમાની નાઝનો ભાઈ છે. આ ગેંગમાં ફરમાનીના પિતા આરીફ અને પરિવારના સભ્ય પણ સામેલ હોવાનું કહેવાય છે. કો-ગેંગ ઘણા વર્ષોથી ટ્રકમાંથી બારની ચોરી કરીને અન્ય જગ્યાએ સપ્લાય કરતી હતી.
આરીફ ચોરી અને લૂંટના હથિયારો છુપાવતો હતો. એસએસપીએ કહ્યું કે ધરપકડ કરાયેલા આઠ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને પકડવા માટે મુઝફરનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી.