ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ શુક્રવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ સમયગાળા દરમિયાન તમામ પક્ષોના નેતાઓએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા. એનડીએના તમામ ઘટક પક્ષોની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક બાદ મોદી તમામ મુખ્યમંત્રીઓને મળ્યા હતા અને સૌને શુભેચ્છા પાઠવી હતી. આ બધાની વચ્ચે જ્યારે યુપીના મુખ્યમંત્રીએ મોદીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું તો તેમણે યોગી આદિત્યનાથની પીઠ પર થપ્પો માર્યો. તમને જણાવી દઈએ કે આ બેઠક જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં થઈ હતી.
બંને વચ્ચેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે જે રીતે પ્રદર્શન કર્યું તે પછી મોદી અને યોગીની મુલાકાત અલગ જ સંદેશ આપી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને વચ્ચે ખૂબ જ ઉષ્મા હતી.
વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વ હેઠળ, એનડીએ પરિવાર ’આત્મનિર્ભર ભારત-વિકસિત ભારત’ના નિર્માણ અને ૧૪૦ કરોડ પરિવારોની સેવા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારત માતા અમર રહો!બેઠકમાં એનડીએના સાંસદો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.