- કેબિનેટની બેઠકમાં કુલ ૪૧ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ૨૦૨૪-૨૫ માટેની નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં કુલ ૪૨ દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી ૪૧ને મંજૂરી આપવામાં આવી છે. નવી ટ્રાન્સફર પોલિસી હેઠળ ગ્રુપ એ અને બી ના જે અધિકારીઓએ જિલ્લામાં ૩ વર્ષ અને ડિવિઝનમાં ૭ વર્ષ પૂર્ણ કર્યા છે તેમની બદલી થઈ શકશે. જ્યારે ગ્રુપ સી અને ડીમાં સૌથી જૂના અધિકારીઓની બદલી કરવામાં આવશે. ગ્રુપ એ અને બી અધિકારીઓ માટે મહત્તમ ૨૦ ટકાની મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે ગ્રુપ સી અને ડી માટે, મહત્તમ મર્યાદા ૧૦ ટકા રાખવામાં આવી છે. આ ટ્રાન્સફર પોલિસી હેઠળ તમામ ટ્રાન્સફર ૩૦ જૂન સુધીમાં કરવાની રહેશે. બેઠકમાં બુંદેલખંડ ક્ષેત્રની ૫૦ માંથી ૨૬ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત ૧૦૮૫૮ કરોડ રૂપિયા છે. તેમાં ૧૩૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
કેબિનેટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ મુજબ હવે ૩૦મી જૂન અને ૩૧મી ડિસેમ્બરે નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓને ૧લી જુલાઈ અને ૧લી જાન્યુઆરીથી પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શકશે. નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે અત્યાર સુધી જે સિસ્ટમ હતી તે મુજબ ૩૦ જૂન અને ૩૧ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનારા કર્મચારીઓને ૧ જુલાઈ અથવા ૧ જાન્યુઆરીએ પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શક્યો ન હતો. જોકે હવે કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. આ સાથે કર્મચારીઓને તેમના પેન્શન અને ગ્રેચ્યુઇટીમાં પગાર વધારાનો લાભ મળી શકશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ લાભ પહેલાથી જ ન્યાયિક કર્મચારીઓને આપવામાં આવ્યો છે અને હવે સરકારી કર્મચારીઓ પણ તેનો લાભ લઈ શકશે.
યોગી સરકારે રાજ્યની ૫ યુનિવસટીના નામોમાં પણ નાના સુધારા કર્યા છે. મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ આ યુનિવસટીઓના નામમાંથી રાજ્ય શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. મહારાજ સુહેલદેવ સ્ટેટ યુનિવસટી, આઝમગઢનું નામ હવે મહારાજ સુહેલદેવ યુનિવસટી, આઝમગઢ રાખવામાં આવશે. એ જ રીતે મા શાકુંભારી દેવી સ્ટેટ યુનિવસટી, સહારનપુર, મા વિંયવાસિની સ્ટેટ યુનિવસટી, મિર્ઝાપુર, મા પટેશ્ર્વરી દેવી સ્ટેટ યુનિવસટી, બલરામપુરમાંથી રાજ્ય શબ્દ હટાવવાની મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ સ્ટેટ યુનિવસટી મુરાદાબાદનું નામ ગુરુ જંબેશ્ર્વર યુનિવસટી મુરાદાબાદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી યોગેન્દ્ર ઉપાયાયે જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ માટે સરકારી યુનિવસટીઓની સાથે ખાનગી યુનિવસટીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં બે નવી ખાનગી યુનિવસટીઓને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આમાં એચઆરઆઇટી ગાઝિયાબાદ અને બીજી ફ્યુચર યુનિવસટી બરેલી છે. બંનેએ તેમના તમામ ધોરણો પૂરા કર્યા છે.
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારીઓને યાનમાં રાખીને, ૨૦૧૯માં ૩૨૦૦ હેક્ટરની સરખામણીએ ૨૦૨૫માં વિસ્તાર વધારીને ૪૦૦૦ હેક્ટર કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ મૌની અમાવસ્યા પર લગભગ છ કરોડ લોકો આવશે. કુંભ માટે ૨૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બેઠકમાં નોઈડા માટે ૫૦૦ બેડની નવી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. તે ૧૫ એકર જમીનમાં બાંધવામાં આવશે.આઇઆઇટી કાનપુરમાં મેડિકલ રિસર્ચ માટે સ્કૂલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ ટેક્નોલોજી બનાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દર વર્ષે ૧૦ કરોડ રૂપિયા આપશે. આ રીતે પાંચ વર્ષમાં ૫૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. બાકીની મદદ કેન્દ્ર તરફથી આવશે