
- ભાજપ દ્વારા નગર નિગમની ચુંટણીને લઇ ચુંટણી પ્રચારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં શહેરી વિકાસથી જોડાયેલ યોજનાઓને પાર્ટી જનતાની સામે રાખી રહી છે.
લખનૌ,
ઉત્તરપ્રદેશમાં નગર એકમ ચુંટણીને લઇ રાજનીતિ ગરમ થઇ ગઇ છે.મુખ્યમંત્રી યોગી પોતાની સરકારની ઉપલબ્ધીઓની સાથે શહેરોને સાધવામાં લાગી છે. મુખ્યમંત્રી તમામ નદર નિગમોમાં પ્રબુધનગર સંમેલન કરી ચુકયા છે.ગત સાડા પાંચ વર્ષમાં શહેરી સુવિધાઓને સુદ્ઢ બનાવવાને લઇ કરવામાં આવેલ કાર્યોને જનતાની સામે રાખી રહ્યાં છે. આવાસ શૌચાલય સ્વચ્છતા પરિવહન સ્વનિધિ સ્માર્ટ સિટી ઇટીગ્રેટેડ કમાંડ અને કંટ્રોલ સેંટર અને ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ જેવા તમામ કાર્યોને યોગી સરકાર નિગમ ચુંટણીમાં પોતાની મોટી તાકાતના રૂપમાં જોઇ રહી છે સરકારનો દાવો છે કે ગત લગભગ સાડા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં શહેરી વિકાસથી જોડાયેલ યોજનાઓને પાર્ટી જનતાની સામે રાખી રહી છે.
સરકાર તરફથી આપવામાં આવેલ માહિતી અનુસાર સાડા પાંચ વર્ષની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન (નગરીય) હેઠળ અત્યાર સુધી ૨ કરોડ ૬૧ લાખ શૌચાલયનું નિર્માણ યોગી સરકારે કર્યું છે.તેનાથી લગભગ ૧૦ કરોડથી વધુ શહેરી જનતાને લાભ થયો છે.આ સાથે જ સમગ્ર પ્રદેશ આજે ખુલ્લામાં શૌચથી મુકત જાહેર કરવામાં આવ્યું છે. કચરા કલેકશન અને વેસ્ટ મેનેજમેંટની વાત કરીએ તો વર્તમાનમાં પ્રદેશના ૧૨.૦૨૨ વોર્ડમાં ૧૦૦ ટકા ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવી રહ્યું છે.સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રદેશમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.તેના ઉપયોગ કરનારાઓ સામે દંડ કરી ૧૬.૨૭ કરોડ રૂપિયાનું મહેસુલ પણ સરકારને પ્રાપ્ત થયુ છે.
આ ઉપરાંત તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રદેશમાં અત્યાર સુધી ૪૫ લાખ ૫૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં નગરીય ક્ષેત્રમાં ૧૭ લાખ ૫ હજાર આવાસોનું નિર્માણ થયું છે.આ ઉપરાંત લખનૌમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેંજ પર આધારિત લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ ૧૦૪૦ આવાસોનું નિર્માણ,પ્રયાગરાજમાં એફોર્ડેબલ રેંટલ હાઉસિંગ કોમ્પ્લેકસનું નિર્માણ કરવામાં આવ્યું છે એ યાદ રહે કે ડીબીટીના માયમથી ધનરકમ હસ્તાંતરણમાં ઉત્તરપ્રદેશ ૨૦૧૯ અને ૨૦૨૧માંં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજય બન્યું છે.