- એક્ધાઉન્ટરની સંખ્યાના સંદર્ભમાં મેરઠ ટોચ પર છે. ૨૦૧૭થી, મેરઠમાં સૌથી વધુ ૩૧૫૨ એક્ધાઉન્ટર થયા.
લખનૌ,અતીક અહેમદનો પુત્ર અસદ યુપી એસટીએફ ગોળીઓનો ભોગ બન્યો. ઉત્તર પ્રદેશ પોલીસે ગેંગસ્ટરમાંથી સાંસદ બનેલા અતીક અહેમદના પુત્ર અસદને ઝાંસીમાં એક્ધાઉન્ટરમાં ઠાર માર્યો છે. એક દાયકા પહેલા થયેલી હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યા કેસમાં અતીક અહેમદને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પ્રયાગરાજ કોર્ટે અતીકને દોષિત જાહેર કર્યો છે .જો કે મુખ્યમંત્રી યોગીના કાર્યકાળમાં ૧૦,૦૦૦થી વધુ એક્ધાઉન્ટર થયા છે. આ એક્ધાઉન્ટરમાં ૬૩ ગુનેગારો ઠાર મરાયા છે. અહેવાલ મુજબ, માર્ચ ૨૦૨૩ સુધી, મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન, યુપી પોલીસે ગુનેગારો પર ખૂબ જ કડક વલણ અપનાવ્યુ છે.
માર્ચ ૨૦૨૩માં યુપી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ૧૦,૦૦૦થી વધુ એક્ધાઉન્ટર થયા છે. જેમાં ૬૩ ગુનેગારો માર્યા ગયા છે, જ્યારે એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે અતીકના પુત્ર અસદ પહેલા કાનપુર એક્ધાઉન્ટર ખૂબ ચર્ચામાં હતુ. કાનપુરની બિકરુ કાંડ બાદ પ્રકાશમાં આવેલા વિકાસ દુબેનુ વાહન પલટી જતાં પોલીસે ભૌતી નામના સ્થળે ઠાર માર્યો હતો. દુબેને ચાર ગોળી વાગી હતી. સરકારી ડેટાના અહેવાલ મુજબ, એક્ધાઉન્ટરની સંખ્યાના સંદર્ભમાં મેરઠ ટોચ પર છે. ૨૦૧૭થી, મેરઠમાં સૌથી વધુ ૩૧૫૨ એક્ધાઉન્ટર થયા છે. એક્ધાઉન્ટરમાં ૧૭૦૮ ગુનેગારો પણ ઘાયલ થયા હતા. ગુનેગારો અને પોલીસ વચ્ચેના એક્ધાઉન્ટર દરમિયાન ૪૦૧ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સરકારી ડેટા અનુસાર, યુપી પોલીસ દ્વારા ક્રેકડાઉન દરમિયાન કુલ ૫,૯૬૭ ગુનેગારોને પકડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દાવો કરે છે કે યુપી, જે નબળી કાયદો અને વ્યવસ્થા અને નિર્દોષ લોકો પર માફિયાઓના અત્યાચાર માટે કુખ્યાત હતુ, તે આજે દેશ તેમજ વિદેશમાં ગુના અને ભયમુક્ત રાજ્ય તરીકે જાણીતુ છે. ૨૦૧૭માં યોગી આદિત્યનાથ સીએમ બન્યા બાદ યુપી પોલીસે ૧૦૭૧૩ એક્ધાઉન્ટર કર્યા હતા. મેરઠ પોલીસે સૌથી વધુ ૩૧૫૨ એક્ધાઉન્ટર કર્યા છે. એક્ધાઉન્ટરના મામલામાં ૭૫ જિલ્લાઓમાં આગરા પોલીસ બીજા ક્રમે છે. અહીં ૧૮૪૪ એક્ધાઉન્ટર કરવામાં આવ્યા હતા. આગ્રામાં ૪૬૫૪ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૧૪ ભયંકર ગુનેગારો માર્યા ગયા હતા. ૫૫ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. બરેલીમાં ૧૪૯૭ એક્ધાઉન્ટર થયા, જેમાં ૩૪૧૦ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી, જ્યારે ૭ માર્યા ગયા. ૪૩૭ ગુનેગારો પણ ઘાયલ થયા હતા. બરેલી એક્ધાઉન્ટરમાં ૨૯૬ બહાદુર પોલીસ જવાન ઘાયલ થયા હતા, જ્યારે ૧ શહીદ થયો હતો.
મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ લોક્સભા સાંસદ યોગી આદિત્યનાથની ઝીરો ટોલરન્સ નીતિ અંગે સરકારનું કહેવુ છે કે રાજ્યની કમાન સંભાળતાની સાથે જ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમની પ્રથમ પ્રાથમિક્તા બની ગઈ હતી. યોગી સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને માફિયાઓ અને ગુનેગારો સામે ઝડપી પગલાં લીધાં. હાલમાં જ યુપી વિધાનસભામાં યોગીને ખૂબ જ કડક સ્વરમાં કહેતા સાંભળવા મળ્યા કે ગુનેગારોને માટીમાં ભેળવી દેવામાં આવશે. પ્રયાગરાજમાં બસપા ધારાસભ્ય હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે અતીક અહેમદ અને તેના પુત્રો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અતીકને ગુજરાતની સાબરમતી જેલમાંથી યુપી લાવવામાં આવ્યો હતો.